ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આપ્યો જોરદાર જટકો….
નવી દિલ્હી: ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા જોરદાર આંચકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્ય પ્રધાનના ધરપકડના કેસમાં હસ્તક્ષેપ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્ય પ્રધાનને રાજ્યની હાઈ કોર્ટમાં જવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે દરેક કેસોમાં સીધા સુપ્રીમ કોર્ટમાં આવો છો તો શું તમે તમારા રાજ્યની હાઈ કોર્ટમાં નથી જઈ શકતા. તમારે તમારા કેસની અરજી પણ હાઈ કોર્ટમાં કરવી પડશે અહી કોઈ સુવાવણી કરવામાં નહી આવે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ પૂર્વ સીએમને સીધું જ કહી દીધું કે તમે હાઈકોર્ટમાં કેમ નથી જતા? અને ત્યાં હાજર તેમના સાથી ન્યાયાધીશો પણ આ વાત સાથે સહમત થયા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ જ અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં પેન્ડિંગ છે. તો તમારે ત્યાં જઈને તમારી અરજી પર કાર્યવાહી હાથ ધરાય તે માટે નિવેદન આપવું જોઈએ. હાઈ કોર્ટમાં જઈને તમારી વાતની રજૂઆત કરવી જોઈએ. તેમજ તમારે તમારી અરજીમાં કોઈ સુધારો કરવો હોય તો પણ કરી શકો છો પણ જ્યાં સુધી હાઈ કોર્ટ કેસ નહી ચલાવે અને કોઈ ચુકાદા પર નહિ પહોંચે સુપ્રીમ કોર્ટમાં સીધી કોઈ સુનાવણી કરવામાં નહી આવે.
પૂર્વ મુખ્ય પ્રધાનના વકીલ સિબ્બલે કહ્યું હતું કે સુનાવણી સીધી સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે. ત્યારે જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે જો તમે સીધા અઙી આવો પછી કોઈ નાના નાના કેસ લઈને આવે તો અમે તેમને કેવી રીતે ના પાડી શકીએય અને અગાઉ પણ તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા. ત્યારે પણ તમને હાઈ કોર્ટમાં જવાનું કહેવામાં આવ્યું હતું.