ઘર તૂટતા પુસ્તકો લઈને ભાગતી છોકરીનો વીડિયો જોઈ સુપ્રીમ કોર્ટના જજનું હૃદય પણ રડ્યું

નવી દિલ્હી : દેશભરમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ કડક બની છે. ત્યારે ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં દબાણો દૂર કરવા દરમિયાન 8 વર્ષની બાળકી અનન્યા યાદવ તેની સ્કૂલ બેગ લઈને ઘરેથી ભાગી હતી. આ દરમિયાન મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અનન્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના જજોએ કહ્યું કે ,એક વીડિયો પ્રકાશમા આવ્યો છે. જેમાં બુલડોઝરથી નાની ઝૂંપડીઓ તોડી પાડવામાં આવી રહી છે. આ દરમિયાન એક છોકરી હાથમાં કેટલાક પુસ્તકો લઈને ભાગી છે. આ વીડિયો જોઈને અમને પણ આઘાત લાગ્યો છે.
योगी बाबा के बुलडोज़र से ढहाये जा रहे अपने घर से ये छः वर्षीय छात्रा अपनी किताबें बचा रही है.
— Neha Singh Rathore (@nehafolksinger) March 22, 2025
ये दृश्य मन दुःखी कर गया. pic.twitter.com/tYrlADNxF3
મારી માતાએ મને રોકવાનો પ્રયાસ પણ કર્યો
આ સંદર્ભમાં અનન્યા યાદવ સાથે પણ વાત કરવામાં આવી હતી. જેમાં તેણ કહ્યું હતું કે હું ઇચ્છું છું કે મારા પુસ્તકો ફાટે નહિ. તેથી જ્યારે મને તક મળી ત્યારે હું મારી બેગ ઉપાડી અને દોડી ગઇ. જ્યારે હું સ્કૂલેથી પરત આવી ત્યારે મે મારી બેગ છાપરા નીચે મૂકી હતી. આ એ જગ્યા હતી જ્યાં માતા પ્રાણીઓને બાંધતી હતી. બુલડોઝર ચાલુ હતું ત્યારે અમારા ઝુંપડાની બાજુમાં આવેલા ઝુંપડાના આગ લાગી. આ સમય દરમિયાન મને મારી સ્કૂલ બેગ અને પુસ્તકો યાદ આવ્યા. મારી માતાએ મને રોકવાનો પ્રયાસ પણ કર્યો પણ મે દોડીને પુસ્તકો અને બેગ બહાર કાઢી. અનન્યા યાદવ પહેલા ધોરણની વિદ્યાર્થીની છે. તેણે કહ્યું કે મને ડર હતો કે મારી શાળાના પુસ્તકો અને બેગ આગમાં સળગી જશે. તેથી હું તરત જ બેગ લઇ આવી અને તેને સુરક્ષિત જગ્યાએ મૂકી. અનન્યાનો પુસ્તકો સાથે દોડતો વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પરિવાર છેલ્લા 50 વર્ષથી આ જગ્યાએ રહે છે
અનન્યાના પરિવારનું કહેવું છે કે તેમનો પરિવાર છેલ્લા 50 વર્ષથી આ જગ્યાએ રહે છે. તેમણે કહ્યું કે બુલડોઝર કાર્યવાહી દરમિયાન એક છાપરાની છતમાં આગ લાગી ગઈ. અમે વહીવટીતંત્રને ફક્ત એટલું જ કહી રહ્યા હતા કે આ અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અનન્યાના પિતા અભિષેક કહે છે કે તેમની પુત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે વીડિયો જોયા પછી ઘણા નેતાઓ આવી રહ્યા છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે અમારે શું કરવું તે સમજી શકતા નથી. જ્યારે બાળકીના દાદા રામમિલન યાદવ કહે છે કે અમારા ઘર માટે લડત ચાલુ રાખીશું.
બે મહિના પહેલા જ નોટિસ આપવામાં આવી હતી
જોકે, આ વીડિયો સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ શેર કર્યો હતો અને કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ પરિવારને મળવા આવ્યું હતું. વહીવટીતંત્રનું કહેવું છે કે દબાણ કરાયેલી જમીન પર કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે રામ મિલન યાદવને બે મહિના પહેલા જ નોટિસ આપવામાં આવી હતી. જ્યારે અમે જમીન ખાલી કરવા પહોંચ્યા ત્યારે તેઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું. અમને ખબર નથી કે પડી ગયેલા છાપરામાં આગ કેવી રીતે લાગી.
આપણ વાંચો: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની તબિયત લથડી, દિલ્હી લઇ જવાશે