સુપ્રીમ કોર્ટ દુવિધામાં, તો હવે ગર્ભપાતનો નિર્દેશ આપવો કે નહી…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AIIMS (દિલ્હી)ને એક પરિણીત મહિલાની 26-અઠવાડિયાની ગર્ભાવસ્થાના ગર્ભપાત મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે એક દિવસ પહેલા જ અન્ય બેન્ચે ગર્ભપાતને મંજૂરી આપી હતી. કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જસ્ટિસ હિમા કોહલી અને બીવી નાગરત્નાની બેન્ચ દ્વારા સોમવારે આપેલા આદેશને પાછો ખેંચવાની માંગ કરી હતી.
જો કે, બીજી સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્ના કેન્દ્રની આ અપીલ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે AIIMS દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં સ્પષ્ટતાનો અભાવ છે. કાયદા અધિકારીએ જણાવ્યું હતું કે મેડિકલ બોર્ડના કહેવા છતાં ભ્રૂણ જન્મવાની શક્યતા છે તેમ છતાં ‘તેમણે ભ્રૂણહત્યા કરવી પડશે’. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું હતું કે શું તમે ઔપચારિક અરજી એટલે કે તમને ગર્ભપાતની મંજૂરી મળી છે તે ઓર્ડર લઈને આવી શકો છો. અમે તેને બેન્ચ સમક્ષ મુકીશું જેણે આદેશ આપ્યો છે. ત્યારે એઈમ્સના ડોકટરો ખૂબ જ ગંભીર મૂંઝવણમાં છે. કે કયા ઓર્ડર પર અમલ કરવો જો કો સુપ્રીમ કોર્ટના જસ્ટીસે ગુસ્સામાં એમ પણ કહ્યું કે AIIMS ને બંધ કરી દેવી જોઇએ.
સોમવારે જસ્ટિસ કોહલીની આગેવાની હેઠળની બેંચે અરજદારને ગર્ભાવસ્થાના ગર્ભપાત માટે મંજૂરી આપી હતી. અને હાઇ કોર્ટે તેમના રિપોર્ટમાં કહ્યું હતું કે મહિલા ડિપ્રેશનથી પીડિત છે અને તે ભાવનાત્મક, આર્થિક અને માનસિક રીતે ત્રીજા બાળકને ઉછેરવાની સ્થિતિમાં નથી. મહિલાને પહેલાથી જ બે બાળકો છે.
ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે આ એક ચિંતાનો વિષય છે. કોઇ પણ કોર્ટ ભ્રૂણને જન્મતા અટકાવી ના શકે, શું કોઈ કોર્ટ એવું કહી શકે કે જીવતા ભ્રૂણને જન્મવા ન દેવો જોઈએ? શું કોર્ટ કોઈના ધબકારા બંધ કરવાનું કહી શકે? બે દિવસ પહેલા AIIMS દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં આ વાતની વિગત કેમ ન હતી?
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથ્નાની બેંચ સમક્ષ જ્યારે 26 અઠવાડિયામાં ગર્ભધારણ સમાપ્ત કરવાનો મામલો આવ્યો ત્યારે જસ્ટિસ નાગરત્ના કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની દરેક બેંચ સુપ્રીમ કોર્ટ છે. કેન્દ્ર સરકારે જે રીતે તેમની બેન્ચના આદેશને પાછો ખેંચવા માટે ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ અરજી દાખલ કર્યા વિના મંગળવારે મૌખિક રીતે મામલો ઉઠાવ્યો તે એક ગંભીર બાબત છે.