નેશનલ

સુપ્રીમ કોર્ટની તમામ સુનાવણીનું થશે જીવંત પ્રસારણ: નિવૃતિ પહેલા CJIની ભેટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા તમામ કેસોની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) કરવાનો નિર્ણય લીધો છે. સુત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની તમામ બેન્ચના લાઇવ-સ્ટ્રીમિંગની સુવિધા આપનારી એપનું અંતિમ તબક્કાનું પરીક્ષણના ચાલી રહ્યું છે.

અત્યાર સુધી માત્ર બંધારણીય બેંચ સમક્ષના કેસોની સુનાવણીનું જ જીવંત પ્રસારણ કરવામાં આવતું હતું, પરંતુ CJI ડીવાય ચંદ્રચુડના આ નિર્ણયથી તેને તમામ બેંચની સુનાવણી સુધી વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની શીર્ષ અદાલતમાં આ પ્રથમ વખત હશે કે જ્યારે પ્રતિદિવસની સુનાવણીનું નિયમિત જીવંત પ્રસારણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદ, 2022 માં સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંધારણીય બેંચ હેઠળના કેસોની સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી હતી. જે અત્યાર સુધી ચાલુ છે અને હવે તેનું વિસ્તરણ કરવાની તૈયારી સુપ્રીમ કોર્ટ કઈ રહી છે. 27 સપ્ટેમ્બર 2022ના રોજ જ્યારે સુપ્રીમ કોર્ટની ત્રણ બંધારણીય બેન્ચની સુનાવણી પ્રથમ વખત લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી, ત્યારે 8 લાખથી વધુ લોકોએ તેને જોયું હતું.

ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયુ હતું કે, આ પગલું દૂરના વિસ્તારોના લોકોની અડચણોને દૂર કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે અને દેશના ખૂણે-ખૂણેથી નાગરિકોને સુપ્રીમ કોર્ટની આ કાર્યવાહી નિહાળવાની તક મળશે. .

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button