સુપ્રીમ કોર્ટે આ રાજ્યના નેતાઓને કહ્યું કે ભગવાને લોકોની પ્રર્થના સાંભળી લીધી…

નવી દિલ્હી: ગુરુવારે એટલે કે નવ નવેમ્બરના રોજ દિલ્હી, મુંબઇ અને બીજા ઘણા શહેરોમાં વરસાદ પડ્યો હતો ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં પ્રદૂષણની ખતરનાક સ્થિતિ અંગે સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હતું કે વરસાદ માટે ભગવાનનો આભાર માનો કે જ્યારે સરકાર કૃત્રિમ વરસાદ પાડવાની વિચારણા કરી રહી હતી ત્યારે જ કુદરતી વરસાદ પડ્યો અને દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ઘણો ઘટાડો થયો હતો.
સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણ મામલે ત્રણ જજોની બેંચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કે છેલ્લા છ વર્ષથી પ્રદૂષણની સમસ્યા પર માત્ર ચર્ચા થઈ રહી છે, અને તેનો કોઇ ઉકેલ નથી આવી રહ્યો. દર વર્ષે સરકાર નવી નવી વાતો લઇ આવે છે પરંતુ સ્થિતિ ઠેર ના ઠેર જ છે. દિલ્હી સરકારને ઠપકો આપતા કોર્ટે કહ્યું હતું કે અમે દિલ્હીમાં ક્યારેય ઓડ-ઇવન કરવાનું નથી કહ્યું તમે તમારી રીતે બધા નિર્ણયો લો છો તો પછી અમારે આદેશની શું જરૂર છે. પ્રધૂષણ દૂર કરવું એ સરકારની જવાબદારી છે. એના માટે લોકોને રોજગાર બંધ કેવી રીતે કરી શકાય. અને પછી જ્યારે કંઇ ના થાય ત્યારે તમે તમારો બોજ કોર્ટ પર નાખવા માંગો છો.
દિલ્હી-NCRમાં આજે વરસાદ બાદ લોકોને પ્રદૂષણથી રાહત મળી છે. પ્રદૂષણની ખતરનાક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કૃત્રિમ વરસાદ કરવાનો નિર્ણય લીધો હતો, જો કે કુદરતી વરસાદે સરકાર માટે આ કાર્ય સરળ બનાવી દીધું હતું. દિલ્હી સરકાર IIT કાનપુરના સહયોગથી કૃત્રિમ વરસાદના પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, જેનો ખર્ચ અંદાજે 13 કરોડ રૂપિયા જેટલો થઈ શકે છે.