કુણાલ કામરાના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે ઈમરાન પ્રતાપગઢીને આપી મોટી રાહત, ગુજરાતમાં નોંધાયો હતો કેસ…

નવી દિલ્હીઃ કોમેડિયન કુણાલ કામરાને એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કવિતા, નાટક, ફિલ્મો, વ્યંગ અને કલા જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે તેમ કહી કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી સામે ગુજરાત પોલીસે નોંધવી એફઆઈઆર રદ્દ કરી હતી.
હાઈ કોર્ટના આ ચુકાદાથી સાંસદને મોટી રાહત મળી હતી. ઈમરાન પ્રતાપગઢી સામે ગુજરાતના જામનગરમાં એફઆઈઆર નોંધાઈ હતી. આ એફઆઈઆર તેમની સોશિયલ મીડિયા પોસ્ટ ‘એ ખૂન કે પ્યાસે બાત સુનો’ને લઈ નોંધાયો હતો.
આ પણ વાંચો:અમેરિકાની ઊંચી ટેરિફ બાદ હવે સ્ટીલ સામે યુકેના આયાત કવોટા ઘટાડવાની દરખાસ્ત
કોર્ટે તેના ચુકાદામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વિચારોની અભિવ્યક્તિના મહત્ત્વ પર ભાર આપ્યો હતો. કોર્ટે કહ્યું, ભલે મોટી સંખ્યામાં લોકો એકબીજાના વિચારોને પસંદ ન કરતા હોય પરંતુ વિચારોને વ્યક્ત કરવાની અભિવ્યક્તિ હોવી જોઈએ. લોકોના અધિકારોનું સન્માન કરવું જોઈએ અને તેની રક્ષા કરવી જોઈએ. સમાજમાં બોલવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કોર્ટે ચુકાદામાં કહ્યું, પોલીસે કોઈપણ એફઆઈઆર નોંધતા પહેલા સમીક્ષા કરવી જોઈએ.
શું છે મામલો?
જામનગરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા બાદ ઈમરાન પ્રતાપગઢીએ 2 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં બેકગ્રાઉન્ડ ઓડિયો તરીકે એક કવિતા મૂકી હતી. જામનગરના રહેવાસી કિશનભાઈ નંદાએ એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે એ ખૂન કે પ્યાસે બાત સુનો જેવા શબ્દો ધરાવતી કવિતા સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ હતો.
આ પણ વાંચો:ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન હોબાળો, વિદ્યાર્થીઓએ કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા..
આ કેસ રદ કરાવવા માટે, ઇમરાને ગુજરાત હાઇ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે તેમનો ઉદ્દેશ્ય શાંતિ અને પ્રેમને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ જસ્ટિસ સંદીપ ભટ્ટની હાઇ કોર્ટ બેન્ચે આ વાતનો ઇનકાર કરી દીધો. હાઈ કોર્ટે કહ્યું કે તપાસ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. ઇમરાન પ્રતાપગઢી સાંસદ છે. તેમણે જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ અને કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.