નેશનલ

દહેજ ઉત્પીડન મામલે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી; કાયદાનો દુરુપયોગ અટકાવવા અદાલતો સાવચેત રહે…

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે કલમ 498A દહેજ ઉત્પીડન કાયદાના થઈ રહેલા દુરુયોગ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દહેજ ઉત્પીડનના કેસોમાં કાયદાનો દુરુપયોગ અટકાવવા અને પતિના સંબંધીઓને ફસાવવાની વૃત્તિને કારણે નિર્દોષ પરિવારના સભ્યોને ખોટી રીતે મુશ્કેલીમાંથી બચાવવા અદાલતોએ સાવચેત રહેવું જોઈએ.

આ પણ વાંચો : ‘2038 પહેલા ખોલશો નહીં…’, અતુલ સુભાષે તેના ચાર વર્ષના પુત્ર માટે ગીફ્ટ છોડી

શું કહ્યું અદાલતે?

જસ્ટિસ બી. વી. નાગરત્ના અને એન. કોટીશ્વર સિંહની ખંડપીઠે કહ્યું કે દહેજ ઉત્પીડન જેવા મામલામાં નક્કર પુરાવા વિના પ્રાથમિક સ્તરે પતિ અને તેના પરિવાર પર આરોપો રોકવા જોઈએ. કોર્ટે વૈવાહિક વિવાદોમાં પરિવારના સભ્યોને ફસાવવાની વૃતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેન્ચે સ્પષ્ટ કર્યું કે અસ્પષ્ટ અને સામાન્ય આરોપોને ફોજદારી કેસનો આધાર બનાવી શકાય નહીં.

પતિના પરિવારને ફસાવવાની વૃતિ

આ અંગે બેન્ચે કહ્યું, “ન્યાયિક અનુભવથી એ સર્વવિવાદિત હકીકત છે કે વૈવાહિક વિવાદના કિસ્સામાં ઘણી વાર પતિના પરિવારના તમામ સભ્યોને ફસાવી દેવાની વૃત્તિ જોવા મળે છે. નક્કર, અસ્પષ્ટ અને ચોક્કસ આરોપો વિના સામાન્ય અને વ્યાપક આરોપોને ફોજદારી કાર્યવાહીનો આધાર બનાવી શકાઈ નહીં.” તેથી સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આવા કિસ્સાઓમાં અદાલતોએ કાયદાકીય જોગવાઈઓ અને કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગને અટકાવવો જોઈએ.

આ પણ વાંચો : PNB ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીની રૂ. 2,566 કરોડની સંપત્તિની થશે નિલામી

તેલંગાણા હાઈકોર્ટના આદેશને કર્યો રદ

સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઈકોર્ટના આદેશને રદ કરતાં સમયે આ અવલોકન કર્યું છે. જેમાં મહિલા દ્વારા તેના પતિ, તેના માતા-પિતા અને અન્ય પરિવારના સભ્યો સામે દાખલ કરેલા દહેજ ઉત્પીડન કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સંશોધન દ્વારા કલમ 498Aના સમાવેશ કરવાનો ઉદ્દેશ મહિલા પર તેના પતિ અને તેના પરિવારના સભ્યો દ્વારા ક્રૂરતા અટકાવવાનો છે, જેથી રાજ્ય દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ સુનિશ્ચિત કરી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button