સુપ્રીમ કોર્ટે કફ સિરપથી બાળકોના મોતની સીબીઆઈ તપાસની માંગની અરજી ફગાવી | મુંબઈ સમાચાર
નેશનલ

સુપ્રીમ કોર્ટે કફ સિરપથી બાળકોના મોતની સીબીઆઈ તપાસની માંગની અરજી ફગાવી

નવી દિલ્હી : દેશના બે રાજય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોમાં મોત અંગે સીબીઆઈ તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અંગે એક એડવોકેટે આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની જાહેર હિતની અરજી કરી હતી. આ અંગે સોલીસીટર જનરલે વાંધો ઉઠાવ્યો હતો તેની બાદ અરજી ફગાવી દેવામાં આવી હતી.

રાજ્યોમાં યોગ્ય કાયદા અમલીકરણ તંત્ર અસ્તિત્વમાં

આ અંગે સોલિસિટર જનરલે તુષાર મહેતાએ કોર્ટે જણાવ્યું છે કહ્યું કે અરજદારો અખબાર વાંચે છે અને અરજી દાખલ કરવા માટે કોર્ટમાં આવે છે. બેન્ચે શરૂઆતમાં વિચાર્યું કે નોટિસ ઇસ્યુ કરવી જોઈએ બાદમાં અરજી ફગાવી દીધી. તેમજ અરજી કર્તા હાલમાં કોઈ રાજ્યનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા. જયારે તમિલનાડુ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો ગંભીરતા સાથે કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યોમાં યોગ્ય કાયદા અમલીકરણ તંત્ર અસ્તિત્વમાં છે.

બેન્ચે અરજી ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એડવોકેટ વિશાલ તિવારીને પૂછ્યું કે તેમણે અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં કેટલી જાહેર હિતની અરજીઓ દાખલ કરી છે. ત્યારે તેમણે કહ્યું કે આવી 8 થી 10 અરજીઓ દાખલ કરી છે. ત્યારે બેન્ચે તેમની અરજી ફગાવી દીધી હતી.

વિશાલ તિવારીના નામના એડવોકેટે સીબીઆઈ તપાસની માંગ કરી હતી

ઉલ્લેખનીય છે કે, આ અંગે વિશાલ તિવારીના નામના એડવોકેટે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અલગ અલગ રાજ્યમાં આ ઘટના બની છે તેની સમગ્ર તપાસ સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. તેમણે અરજીમાં દલીલ કરી હતી કે, અલગ અલગ રાજ્યમાં તપાસના લીધે તેની તપાસમાં એકસૂત્રતા જાળવવી મુશ્કેલ બનશે. તેમજ જે રીતે દેશમાં જીવલેણ ફોરમ્યુલેશન બજારમાં આવે છે તેની પર રોક લગાવવા મુશ્કેલી ઉત્પન્ન થશે.

આપણ વાંચો : નિવૃત્ત અધિકારીને ત્યાં દરોડામાં 3 કરોડનું સોનુ, 17 ટન મધ, 37 કોટેજ ફાર્મહાઉસમાં મળ્યા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button