અડધી ક્ષમતા સાથે કામ કરતી હાઈ કોર્ટ કઈ રીતે ઝડપથી પેન્ડિંગ કેસ ઉકેલશેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે હાઈ કોર્ટ તેના દેખરેખ હેઠળ નિયંત્રણમાં નથી અને જો તેઓ તેમની અડધી તાકાત સાથે કામ કરી રહ્યા હોય તો તેમની પાસેથી તમામ કેસોનો ઝડપથી “ઉકેલ” લાવવાની અપેક્ષા રાખી શકાય નહીં.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ ટિપ્પણી અલાહાબાદ હાઈ કોર્ટને અપીલનો ઝડપથી નિકાલ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી. અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે આ કેસ 13 વર્ષથી વધુ સમયથી હાઈ કોર્ટમાં પેન્ડિંગ છે. જસ્ટિસ નાથે કહ્યું હતું કે “હાઈ કોર્ટ આ કોર્ટના સુપરવાઈઝરી કંટ્રોલ હેઠળ નથી. વકીલે કહ્યું હતું કે અરજદારે આ મામલાના ઝડપથી ઉકેલ માટે હાઈ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરી છે.
આ પણ વાંચો : દીકરીના લગ્ન માટે પિતા પૈતૃક મિલકત વેચી શકે છે; સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો કેમ આપ્યો?
ખંડપીઠે કહ્યુ હતું કે “અરજી યથાવત રાખો, જો હાઈ કોર્ટ પોતાની અડધી સંખ્યા સાથે કામ કરી રહી હોય તો તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે તેઓ બધી કેસોનો ઝડપથી ઉકેલ લાવે? જૂના કેસ પેન્ડિંગ છે. જઈને વિનંતી કરો.”
અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરતા કોર્ટે અરજીકર્તાને પેન્ડિંગ કેસને ઝડપથી સૂચિબદ્ધ કરવા અને નિકાલ માટે હાઈકોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી હતી. બેન્ચે કહ્યું હતું કે આવી અરજી દાખલ કરવામાં આવે ત્યારે તે મુજબ જ વિચારણા કરવામાં આવશે.
આ પણ વાંચો : બદનક્ષી હવે ગુનો નહીં ગણાય? સુપ્રીમ કોર્ટે આ કેસમાં કરી મહત્વની ટીપ્પણી
જસ્ટિસ નાથે વકીલને કહ્યું હતું કે તેમણે વકીલાત દરમિયાન ઘણા વર્ષો સુધી અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ પ્રેક્ટિસ કરી હતી અને તેઓ જાણે છે કે કેસોની યાદી મેળવવા માટે કેટલા પ્રયત્નો કરવા પડે છે. બે અરજીઓ કંઈ નથી. તમારા કેસની યાદી બનાવવા માટે તમારે સેંકડો અરજીઓ દાખલ કરવી પડી શકે છે. કાયદા મંત્રાલયની વેબસાઇટ પરના ડેટા અનુસાર, હાઇકોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 1,122 છે, પરંતુ 1 સપ્ટેમ્બરના રોજ 330 ખાલી જગ્યાઓ છે.