યુઝર-જનરેટેડ સોશિયલ મીડિયા કન્ટેન્ટ લાગશે નિયંત્રણ! સુપ્રીમ કોર્ટ કેન્દ્રને આપ્યા નિર્દેશ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને ડિજીટલ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી રહેલા કેન્ટેન્ટ પર નિયંત્રણ મુકવા અંગે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. એવામાં આજે એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ કહ્યું કે સોશિયલ મીડિયા પર અપલોડ થતા કન્ટેન્ટ માટે કોઈ જવાબદાર હોવું જોઈએ.
યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા અને સમય રૈનાને કારણે ચર્ચામાં આવેલા ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ કેસ મુદ્દે વિચાર-વિમર્શ કરતા કોર્ટે આ અવલોકન કર્યું હતું.
કેન્દ્રની દલીલ:
સુનાવણી દરમિયાન, કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષનો મામલો ફક્ત અશ્લીલતા જ નહીં પરંતુ વિકૃતિ કન્ટેન્ટનો પણ છે. તુષાર મહેતાએ કહ્યું,”વાણી સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર છે, પરંતુ તે વિકૃતિ તરફ દોરી ન જવો જોઈએ,”
વાયરલ કન્ટેન્ટ મોટી સમસ્યા:
ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ કહ્યું, કે રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ જવાબદારી ક્રિએટર લેશે?. તેમણે કહ્યું, “આપણે રિસ્પોન્સ ટાઈમની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, એકવાર અશ્લીલ સામગ્રી અપલોડ થઈ જાય પછી, અધિકારીઓ પ્રતિક્રિયા આપે ત્યાં સુધીમાં, તે લાખો દર્શકો સુધી વાયરલ થઈ ગઈ હોય છે, તો તમે તેને કેવી રીતે નિયંત્રિત કરશો?”
સુનાવણીમાં ભાગ લેવા ઈચ્છતા પ્રોફેસર વતી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી કે કન્ટેન્ટ રાષ્ટ્રવિરોધી ગણાવવાથી ફાયદા કરતાં વધુ નુકશાન જશે.
જેના જવાબમાં ન્યાયાધીશ બાગચીએ કહ્યું, “રાષ્ટ્રવિરોધી ભૂલી જાઓ, ધારો કે એવો કોઈ વીડિયો છે, જેમાં બતાવવામાં આવ્યું હોય કે કોઈ એક વિસ્તાર ભારતનો ભાગ નથી, તો તમે તેના વિશે શું કરશો?”
સ્વાયત્ત સંસ્થા સંસ્થાની જરૂર:
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ, “આ જ કારણ છે કે અમે એક સ્વાયત્ત સંસ્થા બનાવવા માટે આગ્રહ રાખી રહ્યા છીએ, આપણા સમાજમાં બાળકોને પણ અભિવ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. પરંતુ તમે જો તમે બધું ટેલીકાસ્ટ થવા દેશો, તો તમે શું કરશો? “
કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે જો દેખરેખ રાખતું તંત્ર કાર્યરત હોય તો આવા (ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ જેવા) કિસ્સાઓ કેમ સામે આવે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને યુઝર-જનરેટેડ સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર નિયંત્રણ માટે નિયમો લાવવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
આ પણ વાંચો…શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી



