નેશનલ

અરવિંદ કેજરીવાલના ધરપકડ કેસમાં સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા આ 5 મોટા સવાલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની ધરપકડના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે EDને 5 મોટા સવાલ પૂછ્યા છે.

સુપ્રીમ કોર્ટે EDને આ 5 મોટા સવાલ પૂછ્યા હતા

1- જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે સામાન્ય ચૂંટણી પહેલા ધરપકડ શા માટે?

2- કોર્ટે કહ્યું, “શું તમે ન્યાયિક કાર્યવાહી વિના અહીં જે બન્યું છે તેના સંબંધમાં ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકો છો? આ કેસમાં અત્યાર સુધી કુર્કીની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જો તે કરવામાં આવી છે તો જણાવો કે કેજરીવાલ આ કેસમાં કેવી રીતે સામેલ છે.” “

3- સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવતા કહ્યું, “જ્યાં સુધી મનીષ સિસોદિયા કેસની વાત છે… તરફેણમાં અને વિરુદ્ધમાં તારણો છે… તો અમને જણાવો કે કેજરીવાલ કેસ ક્યાં છે?”

4- સુપ્રીમ કોર્ટે કહ્યું, “તેમનું માનવું છે કે કલમ 19 19ની સીમા, જે આરોપી પર કાર્યવાહીની જવાબદારી મૂકે છે, નહીં કે આરોપી પર, તે ખૂબ વધારે છે અને તેમા આ પ્રકારે નિયમિત જામીનની માંગ નથી થતી. કારણ કે તેઓ કલમ 45નો સામનો કરી રહ્યા છે અને જવાબદારી તેમના પર આવી ગઈ છે, તો પછી અમે તેની વ્યાખ્યા કેવી રીતે કરીએ. શું અમે સીમાને ખૂબ જ ઊંચું બનાવીએ અને તે ખાતરી કરીએ કે જે દોષિત વ્યક્તિ છે તેને શોધવા માટેના માપદંડ એકસમાન હોય?

5- કોર્ટે કહ્યું કે કાર્યવાહીની શરૂઆત અને ફરી ધરપકડ વગેરેની કાર્યવાહી વચ્ચે આટલા સમયનો વિલંબ કેમ થયો?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button