‘CBI પાંજરામાં બંધ પોપટની છાપ સુધારે’, કેજરીવાલની જામીન આપતા SCએ CBIને ફટકાર લગાવી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે CBIએ દાખલ કરેલા કેસમાં જામીન આપી દીધા છે. નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે CBIને ફટકાર લગાવી હતી. જસ્ટિસ ઉજ્જલ ભૂઈયાએ CBIની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે સીબીઆઈએ પાંજરામાં બંધ પોપટ હોવાની છાપ બદલવી જોઈએ.
જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે સીબીઆઈએ તેમના વિશેની ગેરસમજ દૂર કરવી જોઈએ કે તેઓ પાંજરામાં બંધ પોપટ છે. જસ્ટિસ ભૂઈયાએ કહ્યું કે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડનો હેતુ માત્ર ED કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન આપવામાં આવેલા જામીનને બિનઅસરકારક કરવાનો હતો.
જસ્ટિસ ભૂઈયાએ ED કેસમાં આપવામાં આવેલી જામીનની શરતો પર પણ સવાલો ઉઠાવ્યા હતા જેમાં કેજરીવાલને મુખ્ય પ્રધાન સચિવાલયની મુલાકાત લેવા અથવા ફાઇલો પર હસ્તાક્ષર કરવાથી રોકવામાં આવ્યા હતા. તેમણે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડના સમય પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેનો હેતુ ED કેસમાં કેજરીવાલને આપવામાં આવેલી જામીનની નિષ્ફળતાને સાબિત કરવાનો હતો.
તેમણે કહ્યું કે આ કેસમાં સીબીઆઈ જે રીતે સ્ટેન્ડ લઇ રહી છે, ધરપકડ પર જ ઘણા ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. અરવિંદ કેજરીવાલને જામીન આપતા જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ CBIની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે એવું લાગે છે કે ઈડી કેસમાં નીચલી કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ જ સીબીઆઈ સક્રિય થઈ. તેને 22 મહિના સુધી ધરપકડ કરવાની જરૂર ન લાગી. આવી ધરપકડો પર સવાલો ઉભા થાય છે.