નેશનલ

શું સુપ્રીમ કોર્ટે ફક્ત અમીરો માટે જ છે? બેન્ચે ગુજરાતની કંપનીની અરજી ફગાવી

નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્ર પર અમીરો અને ગરીબો વચ્ચે ભેદભાવ થતો હોવાના આરોપો લાગે છે. એવામાં સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાતની એક રિયલ એસ્ટેટ એન્ડ પ્રાઈવેટ રિસોર્ટ મેનેજમેન્ટ કંપનીની તાત્કાલિક સુનાવણી માટેની અરજી ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે ઠપકો આપતા કહ્યું કે શું સુપ્રીમ કોર્ટ ફક્ત અમીરો માટે જ છે?

ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહને ગુજરાતની વાઇલ્ડવુડ્સ રિસોર્ટ એન્ડ રિયલ્ટીઝની અરજી પર સુણવાની કરી હતી. બેન્ચે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટે ડિસેમ્બર 2024 માં જ આ મામલે પોતાનો ચુકાદો આપી દીધો હતો.

કંપનીએ ગયા મહિને જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ પછી પણ તેઓ તાત્કાલિક સુનાવણીની માંગ કરી રહ્યા છે. આ મુદ્દો એટલો મહત્વપૂર્ણ નથી જેટલો તેને બનાવવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે શું આપ્યો મોટો ઝટકો? જાણો વિગતવાર

‘આટલી બધી ઉતાવળ કેમ છે?’

જસ્ટિસ દત્તાએ કહ્યું, તમે CJI સમક્ષ કઈ તાકીદની વાત કરી? હાઈકોર્ટે 11 ડિસેમ્બરે જ પોતાનો ચુકાદો આપ્યો હતો અને તમે એપ્રિલમાં SLP દાખલ કરી હતી.

અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો કે જલ્દી સુનાવણી શા માટે કરવી જરૂરી છે. આવી સ્થિતિમાં એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ ફક્ત અમીરો માટે જ છે? આટલી બધી ઉતાવળ કેમ છે? તમારો કેસ જાન્યુઆરી 2026 માં સૂચિબદ્ધ થવો જોઈએ.

આપણ વાંચો: સોમનાથ મંદિર અતિક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, દીવાલની ઊંચાઈ પાંચ-છ ફૂટથી વધુ હોવી જોઈએ નહીં

કોર્ટે વાઇલ્ડવુડ્સ રિસોર્ટ અને રિયલ્ટીઝ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને વિનંતી કરી કે આ કેસની સુનાવણી જુલાઈમાં થવી જોઈએ, જોકે બેન્ચે તેમની વિનંતી પણ ફગાવી દીધી. બાદમાં, બેન્ચે ઓગસ્ટ 2025 માં કેસની સુનાવણી કરવાનો નિર્ણય લીધો.

વાઇલ્ડવુડ્સ નેશનલ પાર્ક નજીક એક રિસોર્ટ બનાવવા માંગે છે. રાજ્ય વન્યજીવન બોર્ડે અહીં રિસોર્ટ બનાવવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી કંપનીએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button