અંધશ્રદ્ધાએ વાળ્યો દાટ: યુપીમાં આધેડ વયના શખ્સે શિવ મંદિરમાં કરી એવી હરકત કે…
સીતાપુર: એક તરફ ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મોટી સફળતાઓ મેળવી રહ્યું છે, છે ત્યારે એક ભારત એવું પણ છે જ્યાં હજુ પણ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો (Superstition in Sitapur, Uttar Pradesh) બન્યો હતો. બહરૌલી ગામના એક આધેડ વયના શખ્સે પોતાનું ગુપ્તાંગ કાપીને ભગવાન શિવના મંદિરમાં ચઢાવ્યું હતું. આ ઘટના બાદ ગામમાં ચકચાર મચી ગઈ છે. આધેડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, પોલીસ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
દીકરા પાસે કરાવ્યું આવું કામ:
મળતી માહિતી મુજબ, ગામના 50 વર્ષીય રહેવાસી બિહારી લાલે શનિવારે તીક્ષ્ણ હથિયારથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું અને 15 વર્ષના દીકરાને ગામના શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પર ચઢાવવા મોકલ્યો. દીકરો કપાયેલું ગુપ્તાંગને શિવલિંગ પર અર્પણ કરી ઘરે પાછો ફર્યો એન બિહારીલાલને લોહીથી લથપથ પડેલો જોયો.
ગામમાં ચકચાર મચી:
જ્યારે ગામલોકોને આ ઘટના અંગે માહિત મળ્યા બાદ મંદિરમાં ભારે ભીડ એકઠી થઇ ગઈ. ગામલોકો આઘાતમાં આવી ગયા અને મંદિરમાં જોરથી ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કરવા લાગ્યા. કથિત રીતે આધેડ માનસિક રીતે બીમાર છે. હાલમાં, સીતાપુર જિલ્લા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં દાખલ:
આધેડની પત્નીએ માહિતી આપતા જણાવ્યું કે જ્યારે બિહારી લાલને સવારે ઉઠીને નહાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ના પાડી દીધી. તેણે કહ્યું, મને મંદિર લઈ જાઓ. પરિવારજનો તેને મંદિરમાં લઈ ગયા, જ્યાં પૂજા કર્યા પછી, તેઓ તેને ઘરે પાછો લાવ્યા.
આ પણ વાંચો : વિજ્ઞાન જાથાએ ખોલી અંધશ્રદ્ધાની પોલ: દરગાહમાં સવારી આવતા મૂક્યો હતો ડાકણનો આરોપ
થોડા સમય પછી, બિહારી લાલની તબિયત બગડવા લાગી. પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા, ત્યારે પણ બિહારીલાલ મંદિરે જવા જીદ કરી રહ્યો હતો. પરિવારજનો તેને બળજબરીથી હોસ્પિટલ લઈ ગયા, ત્યારે જ ખબર પડી કે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવ્યો હતો.
બિહારી લાલ માનસિક રીતે બીમાર:
બિહારી લાલની પત્નીએ જણાવ્યું કે બિહારી લાલની માનસિક સ્થિતિ સારી નથી. તેઓ અંધશ્રદ્ધામાં માને છે અને તેઓ મનનું ધર્યું જ કરે છે. હાલમાં, બિહારી લાલની હાલત નાજુક છે, તેમની પાસેથી ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકાઈ નથી.