સુનિતા વિલિયમ્સ ‘નાસા’ના સભ્યોને જોઈને નાચી ઊઠ્યા, સેલિબ્રેશનનો વીડિયો વાઈરલ

વોશિંગ્ટનઃ ભારતીય મૂળનાં અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોર થોડા દિવસોમાં ધરતી પર આવશે. તેમને લેવા માટે નાસા (National Aeronautics and Space Administration) અને સ્પેસએક્સ દ્વારા લોન્ચ ક્રૂ-10ના સભ્યો અંતરિક્ષમાં પહોંચ્યા હતા. ક્રૂ-10ના સભ્યો સ્પેસ સેન્ટર પર પહોંચ્યા ત્યારે તેમને સામે જોઈને સુનિતા વિલિયમ્સ ખુશીથી નાચી ઉઠ્યા હતા. તે ચારેય અંતરિક્ષ યાત્રીઓને વારાફરતી ભેટ્યા હતા, ત્યાર બાદ સેલિબ્રેશન સાથે મુલાકાતનો વીડિયો પણ સોશિલય મીડિયા પર વાઈરલ થયો હતો.
5 જૂન 2024ના રોજ સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરી હતી. અંતરિક્ષની તેમની યાત્રા 8 દિવસની હતી. બંને 10 દિવસ બાદ પરત ફરવાના હતા. આ મિશન દરમિયાન સુનિતા અને બુચ સ્પેસ સ્ટેશનમાં રિસર્ચ અને એક્સપરિમેન્ટ પણ કરવાના હતા. મિશનનો મુખ્ય હેતુ સ્પેસક્રાફ્ટના એસ્ટ્રોનોટ્સને સ્પેસ સ્ટેશન સુધી લઈ જઈને પરત લાવવાની ક્ષમતાને સાબિત કરવાનો હતો.
આ પણ વાંચો…પોલીસની સુરક્ષા સામે સવાલો! બિહાર બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ પોલીસની ટીમ પર હુમલો…
યાનમાં ખરાબીને કારણે બંને એસ્ટ્રોનોટની વાપસી લંબાઈ હતી
સ્ટારલાઈનર અંતરિક્ષ યાનના થ્રસ્ટરમાં ખરાબીના કારણે તેમની વાપસીમાં વિલંબ થતો ગયો હતો. નાસાએ જણાવ્યું કે, સ્પેસક્રાફ્ટના સર્વિસ મોડ્યુલરના થ્રસ્ટરમાં એક હીલિયમ લીક છે. 25 દિવસ બાદ સ્પેસક્રાફ્ટના કેપ્સૂલમાં 5 હીલિયમ લીક થયું હતું. 5 થ્રસ્ટર્સ કામ કરતા બંધ થઈ ગયા હતા. સ્ટારલાઈનર અંતરિક્ષ યાનને થ્રસ્ટરમાં આવેલી સમસ્યાને ઉકેલવા વારંવાર કોશિશ કરી હતી. પરંતુ કોઈ પરિણામ આવ્યું નહોતું. જેથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસી ટળી હતી.
મસ્કની કંપની સ્પેસએક્સે આ દિશામાં કર્યું હતું મહત્ત્વનું કામ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં ખુદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રસ છે. તેમણે સ્પેસએક્સના માલિક ઇલોન મસ્કને તેની જવાબદારી સોંપી હતી. જે બાદ મસ્કની કંપની સ્પેસએક્સએ આ દિશામાં કામ શરૂ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે બાઇડેને સુનીતા અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં જ છોડી દીધા હતા.