નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સુનીતા કેજરીવાલે AAP માટે કર્યો પ્રચાર, દિલ્હીમાં કર્યો પહેલો રોડ શો, જનતાને કરી ભાવુક અપીલ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં શનિવારે આમ આદમી પાર્ટીએ રોડ શો યોજ્યો હતો. ખાસ વાત એ છે કે આ રોડ શોનું નેતૃત્વ સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કર્યું હતું. પ્રચાર વેનમાં સવાર સુનીતા કેજરીવાલ હાથ જોડીને લોકોનું અભિવાદન સ્વીકારીને આગળ વધતી રહી અને આ દરમિયાન સમર્થકોએ હાથમાં ‘I Love Kejariwal’ના પોસ્ટર હાથમાં રાખ્યા હતા.

તેમનો કાફલો પૂર્વ દિલ્હીના કલ્યાણપુરીના રોડ પર પહોંચ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના મંત્રીઓ, ધારાસભ્યો, કાઉન્સિલરો અને સમગ્ર દિલ્હીના કાર્યકરોએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં સુનીતા કેજરીવાલનું આ પહેલું રાજકીય અભિયાન છે.

સમગ્ર રોડ શો દરમિયાન સમર્થકોએ ‘જેલ કા જવાબ સે’, ‘વી મિસ યુ કેજરીવાલ’ અને ‘આઈ લવ કેજરીવાલ’ લખેલા પોસ્ટર પકડેલા જોવા મળ્યા હતા. રોડ શો દરમિયાન CMની પત્નીએ જનતાને ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે કહ્યું, ‘બધાને મારા નમસ્કાર-પ્રણામતમારા મુખ્યમંત્રી, મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા, તેમ છતાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા નથી.

આપણ વાંચો: AAP વિધાનસભ્ય અમાનતુલ્લા ખાનને મોટી રાહત, વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં મળ્યા જામીન

સુનીતા કેજરીવાલે વધુમાં કહ્યું કે, જો 10 વર્ષ સુધી તપાસ ચાલુ રહેશે તો એમને 10 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે. આ નવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જે તેમને તપાસ સુધી જેલમાં રખાશે. અરવિંદ કેજરીવાલ 22 વર્ષથી ડાયાબિટીસથી પીડિત છે અને 12 વર્ષથી ઈન્સ્યુલિન લઈ રહ્યા છે. જો ઇન્સ્યુલિન ન આપવામાં આવે તો કિડની અને લીવરને નુકસાન થાય છે. શું તમે અરવિંદ કેજરીવાલને મારવા માંગો છો? દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે.

તેમણે લોકોને સવાલ કર્યો કે, ‘અરવિંદ કેજરીવાલનો શું વાંક? અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વીજળી ફ્રી કરી છે. કેજરીવાલની ધરપકડ એટલા માટે કરવામાં આવી કારણ કે તેમણે તમારા બાળકો માટે શાળાઓ બનાવી હતી. અરવિંદ કેજરીવાલ સિંહ છે. અરવિંદ કેજરીવાલ કોઈની સામે ઝૂકી શકે નહીં.

આજે ભારત માતાની આ દીકરી તમને વિનંતી કરે છે કે દેશને સરમુખત્યારશાહીથી બચાવો. વોટની તાકાતને સમજો. દરેકે 25મીએ મતદાન કરવા જવું જોઈએ, લોકશાહી બચાવો. જેલનો જવાબ વોટિંગ દ્વારા મળશે. દરેક વ્યક્તિ સાથે મળીને સરમુખત્યારશાહી સામે લડશે અને જીતશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button