Haryana Assembly Election: કેજરીવાલની પત્ની વિધાનસભા ચૂંટણી પ્રચાર કરશે

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) આવતીકાલે હરિયાણામાં તેના વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની રાજ્ય માટે ગેરંટીની જાહેરાત કરશે.
આપના નિવેદનમાં જણાવાયું છે કે સુનિતા કેજરીવાલ શનિવારે હરિયાણાના પંચકુલામાં ટાઉનહોલ મીટિંગમાં “કેજરીવાલ કી ગેરંટી” ની જાહેરાત કરશે. તેની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આપના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠક અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ હશે.
કેજરીવાલ આપના રાષ્ટ્રીય કનવિનર પણ છે અને હાલમાં એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. સુનીતા કેજરીવાલે તાજેતરની લોકસભા ચૂંટણીમાં દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં પાર્ટીના ઉમેદવારો માટે સક્રિયપણે પ્રચાર કર્યો હતો. આમ આદમી પાર્ટી (આપ)એ ગયા મંગળવારે જાહેરાત કરી હતી કે તે ભાજપ શાસિત હરિયાણાની તમામ ૯૦ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.