ઇન્ટરનેશનલનેશનલ

આખરે સુનીતા પહોંચી ગઈ પાકિસ્તાનઃ એક સંતાનની માતાનું પરાક્રમ

એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યંત તણાવપૂર્ણ સંબંધો છે. ભારતમાંથી પાકિસ્તાની નાગરિકોને કાઢવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને ભારતીય સેના દુશ્મન દેશને પાઠ ભણાવવામાં કોઈ કસર છોડતી નથી, તેવામાં નાગપુરની એક મહિલા બોર્ડર પાર કરી પાકિસ્તાન જઈ ચડી છે.

Nagpurની 36 વર્ષીય સુનીતાનો આ ત્રીજો પ્રયાસ છે. અગાઉ બે વાર તેને અટારી બોર્ડર પર રોકવામાં આવી હતી. સુનીતાનો પરિચય અહીંના એક પાદરી સાથે ઓનલાઈન થયો હતો. આ પાદરીને મળવા સુનીતા પાકિસ્તાન જઈ ચડી હોવાનું અહેવાલો જણાવે છે. કાશ્મીરના કારગીલની બોઆર્ડર પાર કરી તે પાકિસ્તાની સરહદમાં જઈ ચડી છે.

આ પણ વાંચો: સરકારી શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી ભારે પડી! શિક્ષણ વિભાગે કર્યા સસ્પેન્ડ

દીકરાને એકલો છોડી જતી રહી મા સુનીતા 9મી મેના રોજ કાશ્મીર આવી હતી. અહીં હંદરમનની એક હોટેલમાં તેણે તેના 14 વર્ષીય દીકરાને રાખ્યો અને થોડી વારમાં આવું છું તેમ કહી તે નીકળી ગઈ. મોડે સુધી ન આવતા સ્થાનિક લોકોએ લદ્દાખ પોલીસને ઘટનાની જાણ કરી અને સંતાનને સોંપી દીધો. ભારતીય અધિકારીઓએ સરહદ પારથી સુનીતા પકડાયાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ સૂત્રો અનુસાર સુનીતાને પાકિસ્તાનના એક ગામમાં જોવામાં આવી હતી, ત્યારબાદ સ્થાનિક સુરક્ષા દળોએ તેને કસ્ટડીમાં લીધી હતી. સુનિતા પાકિસ્તાની તપાસ એજન્સીઓની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલુ છે, તેમ અહેવાલ જણાવે છે.

આ પણ વાંચો: મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ ઓવૈસી, થરૂર વિશ્વમાં ખોલશે પાકિસ્તાનની પોલ…

સુનીતાનો ચાલી રહ્યો છે ઈલાજ

મળતી માહિતી અનુસાર સુનીતા માનસિક રીતે બીમાર છે અને તેનો નાગપુરની સરકારી હૉસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. અગાઉ તેણે સરહદ પાર કરવાની કોશિશ કરી હતી. માર્ચ મહિનામા અમૃતસર પોલીસ તેને અટારી બોર્ડરથી પકડી હતી. મહિલા તેના પતિથી અલગ રહે છે અને તેનો 14 વર્ષનો પુત્ર છે. અગાઉ તે નર્સ તરીકે કામ કરતી અને પછીથી તેણે ટેઈલરિંગનો બિઝનેસ ચાલુ કર્યો હતો, તેવી માહિતી મળી છે.

જોકે મહિલા બાબતે સત્તાવાર માહિતી મળી નથી. કેન્દ્ર, રાજ્ય સરકાર કે સેનાના સૂત્રો દ્વારા આ વાતની પુષ્ટી થઈ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button