છત્તીસગઢના સુકમામાં પંદર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, પાંચ મહિલા પણ સામેલ

સુકમા : દેશમાં નક્સલ પ્રભાવિત રાજ્યમાંથી સુરક્ષા દળો દ્વારા નક્સલ નાબૂદી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તેમજ સુરક્ષા દળોના વધતા પેટ્રોલિંગના લીધે છત્તીસગઢના સુકમામાં પંદર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં નવ નક્સલીઓ પર 48 લાખ રૂપિયાનું ઇનામ હતું. આ નક્સલીઓમાં પાંચ મહિલાઓ અને પીપલ્સ લિબરેશન ગેરિલાના સભ્યોનો સમાવેશ થાય છે. તેમણે વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
પુનર્વસન નીતિના લીધે તેમણે આ માર્ગ છોડવાનો નિર્ણય લીધો
આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આત્મસમર્પણ કરનારા નક્સલીઓએ જણાવ્યું હતું કે તેઓ રાજ્ય સરકારની તમારું સારું ગામ યોજનાથી ખૂબ પ્રભાવિત હતા. જેનો હેતુ દૂરના ગામડાઓમાં વિકાસ કાર્યને સરળ બનાવવાનો છે. નવી શરણાગતિ અને પુનર્વસન નીતિના લીધે તેમણે આ માર્ગ છોડવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોને સફળતા મળી, ત્રણ નક્સલીઓ ઠાર
નવ નક્સલીઓ પર 48 લાખ રૂપિયાનું ઇનામ હતું.
પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી બટાલિયન નંબર 1 ના ચાર હાર્ડકોર નક્સલી માડવી સન્ના (28), તેમની પત્ની સોડી હિડમે (25), સૂર્યમ ઉર્ફે રવ્વા સોમા (30), અને તેમની પત્ની મીના ઉર્ફે માધવી ભીમે (28), જેમના પર રૂપિયા 8 લાખનું ઇનામ હતું આ ઉપરાંત બે એરિયા કમિટી સભ્યો તરીકે સક્રિય હતા અને દરેક પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. એક નક્સલી પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું, જ્યારે બે અન્ય નક્સલી પર 2 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયાનું ઈનામ હતું.



