નેશનલવેપાર

ખાંડમાં ખપપૂરતા કામકાજે ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરના વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૦૦થી ૩૫૪૦માં થયાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં નાનક જયંતીની જાહેર રજાના માહોલમાં એકંદરે કામકાજો ખપપૂરતા રહેતાં હાજર ભાવમાં મિશ્ર વલણ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. તેમ જ માગ અનુસાર આજે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ ઘટીને રૂ. ૩૬૨૨થી ૩૭૭૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૭૩૬થી ૩૮૮૨માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.

Also Read – ટીન અને નિકલમાં જળવાતી પીછેહઠ, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી પણ નિરસ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૭૦થી ૩૬૧૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૩૦થી ૩૬૮૦માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker