14મી ઓક્ટોબરનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે તો મહત્ત્વનો છે જ પણ એની સાથે સાથે ખગોળશાસ્ત્રી, જ્યોતિષશાસ્ત્રીઓ માટે પણ આ દિવસ મહત્ત્વનો છે, કારણ કે આ જ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે લાગશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ સૂર્યગ્રહણ એક ખૂબ જ દુર્લભ સંયોગોમાં રચાઈ રહ્યો છે, કારણ કે આજથી 178 વર્ષ પહેલાં આવું સૂર્યગ્રહણ લાગ્યું હતું.
વાત જાણે એમ છે કે સૂર્યગ્રહણના દિવસે જ બુધ અને સૂર્ય કન્યા રાશિમાં એક સાથે આવીને બુધાદિત્ય યોગ રચી રહ્યા છે અને એ જ દિવસે સર્વપિતૃ અમાવસ્યા પણ હશે. સૂર્યગ્રહણના દિવસે આવો દુર્લભ સંયોગ વર્ષ 1845માં એટલે કે 178 વર્ષ પહેલાં જોવા મળ્યો હતો. આ વખતે સૂર્યગ્રહણ પર શનિ અમાવસ્યાનો સંયોગ પણ જોવા મળશે.
સૂર્યગ્રહણ પૂરું થતાં જ બીજા દિવસથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે અને આવો જોઈએ કે સૂર્યગ્રહણ કઈ કઈ રાશિઓ માટે શુભ રહેવાનો છે-
મેષઃ
વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આ રાશિના જાતકો માટે આર્થિક લાભ લઈને આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારી લાંબા સમયથી અટકી પડેલાં કામો પણ પૂરા થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
વૃષભઃ
નોકરિયાત વર્ગના લોકો માટે આ સૂર્યગ્રહણ બઢતી કે પ્રમોશનના સમાચાર લઈને આવી રહ્યો છે. આ સમયગાળામાં શરૂ કરેલું કોઈ નવું કામ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થઈ રહ્યો છે અને કરિયરમાં પ્રગતિ થશે.
સિંહઃ
આ દુર્લભ સૂર્યગ્રહણ સિંહ રાશિના લોકો માટે પણ સોનેરી તકો લઈને આવી રહ્યો છે. નવી નોકરી શોધી રહેલાં આ રાશિના લોકોને ટૂંક સમયમાં જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કુંવારા લોકો માટે લગ્નના સારા સારા પ્રસ્તાવ આવી શકે છે. તાણ દૂર થશે.
તુલાઃ
તુલા રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ ખુશખબરીઓ લઈને આવી રહ્યો છે. વેપારમાં આ રાશિના લોકોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. સારા સમાચાર સાંભળવા મળી શકે છે.