નેશનલ

ભારતીય વાયુસેનાની પોર્ટેબલ હોસ્પિટલનું સફળ પરીક્ષણ,જાણો શું થશે ફાયદા

આગરામા એયર ફોર્સે આજે એક એવું કામ કર્યું છે જે ભવિષ્યમાં હેલ્થ સેકટર્સમાં મોટા બદલાવ લાવી શકશે. આગરામાં ભારતીય વાયુસેનાએ એક પોર્ટેબલ હોસ્પિટલનું કરેલું પરીક્ષણ આજે સફળ થયું છે. લગભગ 15 હજાર ફીટની ઊંચાઈએ આ પોર્ટેબલ હોસ્પિટલનું જમીન પર ઉતરાણ કરાયું હતું. આ સફળ પરીક્ષણ નો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો જેને કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના X હેન્ડલ પર શેયર કર્યો.વિડિયોમાં દર્શાઈ રહ્યું છે કે,એક વિમાન દ્વારા એકદમ ઊંચાઈ પર આ પોર્ટેબલ હોસ્પિટલને નીચે નાખવામાં આવી જે પેરેશૂટની મદદથી જમીન પર સુરક્ષિત રીતે ઉતરી.

આ પણ વાંચો: જ્યારે ભારતીય વાયુસેનાના બે રાફેલ્સે આકાશમાં દેખાતા UFOનો પીછો કર્યો…

વિડીયો શેયર કરતાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લખ્યું “ભારતીય વાયુસેનાએ આગરામાં એયર ડ્રોપ માટે અતિ આધુનિક સ્વદેશી મોબાઈલ હોસ્પિટલ BHISAM ક્યુબની ચકાસણી કરી. આ અતિ આધુનિક ટેક્નિક ક્યાંય પણ કટોકટીના સમયે તુરંત અને વિશાળ પ્રમાણમાં સારવાર સહાય આપવાની દિશામાં એક મોટી છલાંગ છે.

આ હોસ્પિટલથી શો ફાયદો ?

આ સમાચારને અહીં સુધી વાંચ્યા કે વિડીયો જોયા પછી તમને થશે કે આખરે આનાથી ફાયદો શો ? તો આપણે જણાવી દઈએ કે, કોઈ પણ મુશ્કેલ ભર્યા સંજોગોમાં આ હોસ્પિટલને એયર ડ્રોપ કરીને તરત જ તૈયાર કરી શકાય છે. આ હોસ્પિટલમાં AI સિસ્ટમ લાગેલી છે જે સારવારમાં મદદ કરશે. આ પોર્ટેબલ હોસ્પીટલમાં એક સાથે લગભગ 200 લોકોની સારવાર થઈ શકશે. એટલુ જ નહીં આ ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકશે. આમાં કેટલાય ફીચર્સ લાગેલા છે જે સારવારમાં મદદ રૂપ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button