IIT-IIMના ટેગ વગર આ યુવાનને કેવી રીતે મળ્યું ₹1.12 કરોડનું પેકેજ? જાણો તેની સક્સેસ સ્ટોરી

Success Story: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) અથવા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ મેળવવો એ સફળ કારકિર્દી માટેની નિશ્ચિત ગેરંટી માનવામાં આવે છે. અહીં અભ્યાસ કરીને પાસ થતા વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાના પેકેજ ઓફર થતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના અખિલ સિંહે આ માન્યતાને ખોટી પાડી છે. તેણે IIT કે IIMમાં અભ્યાસ કર્યા વગર પણ તેમણે ₹1.12 કરોડનું આકર્ષક પગાર પેકેજ મેળવ્યું છે.
અખિલેશ સિંહને કેવી રીતે મળી સફળતા?
ઉત્તર પ્રદેશના અલ્હાબાદના વતની અખિલ સિંહે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT) અલ્હાબાદમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં B.Techનો અભ્યાસ કર્યો હતો. તે 2018-2022 બેચનો વિદ્યાર્થી હતો. જ્યાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ અખિલ સિંહે અનોખી સિદ્ધિ મેળવી છે.
અખિલ સિંહે B.Techના અભ્યાસ દરમિયાન જ તેમણે ઇન્ટર્નશીપ અને ટ્રેઇની તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. 2019માં, તેમણે IIITમાં જ જુનિયર વેબ ડેવલપર ટ્રેઇની તરીકે કામ કર્યું. જાન્યુઆરી 2022માં તે સેમસંગ R&D ઇન્સ્ટિટ્યૂટ બેંગ્લોરમાં એસોસિયેટ ઇન્ટર્ન તરીકે જોડાયો હતો. આ ઇન્ટર્નશીપ 7 મહિના સુધી ચાલી હતી. જેથી તેની પ્રતિભા વધારે નિખરી હતી.
મહેનતનું પરિણામ અવશ્ય મળે છે
IIIT અલ્હાબાદના પ્લેસમેન્ટ દરમિયાન અખિલ સિંહની ક્ષમતાને રુબ્રિક નામની સાયબર સિક્યુરિટી કંપનીએ ઓળખી હતી. કંપનીએ તેને ₹1.12 કરોડનું આકર્ષક પેકેજ ઓફર કર્યું હતું. ત્યારબાદ તેણે રુબ્રિકમાં જ બેંગ્લોર ખાતે ફૂલ ટાઈમ સોફ્ટવેર એન્જિનિયર તરીકેની નોકરી સ્વીકારી હતી. આજે તે લગભગ 4 વર્ષથી આ કંપનીમાં કામ કરી રહ્યે છે.
ઉલ્લેખનીય છે કે, IIT, IIM, કે NIT ના પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાના પેકેજની ઓફર થતી હોય છે. પરંતુ અખિલે સાબિત કરી બતાવ્યું છે કે, જો તમે સક્ષમ અને મહેનતુ હોવ તો સફળતા સામે ચાલીને તમારી પાસે આવે છે. તેના માટે માત્ર પ્રતિષ્ઠિત કોલેજમાંથી અભ્યાસ કરેલો હોવો જરૂરી નથી.
આપણ વાંચો: PFનો દુરુપયોગ કરનારા કર્મચારીઓને EPFOની ચેતવણી: વ્યાજસહિત દંડની થશે વસૂલી