નેશનલ

શિક્ષક વઢ્યા તો સગીરે કરી નાખી તેમની હત્યા

એક સમય હતો જ્યારે કહેવાતું હતું કે સોટી વાગે સમ સમ.. વિદ્યા આવે ઝમ ઝમ. અલબત આ રૂઢિપ્રયોગ તો હવે પુસ્તકોમાં જ રહી ગયો છે. આજકાલ તો મારવાનું તો દૂર, શાળાના બાળકોને વઢી પણ શકાતું નથી. આવી જ એક ઘટના આસામમાં બની છે, જેમાં શાળાના શિક્ષક વિદ્યાર્થીને વઢ્યા તો તેણે ગુસ્સે થઇને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટના આસામમાં બની છે.

આસામના શિવસાગરમાં એક ખાનગી શાળાના 16 વર્ષીય વિદ્યાર્થીએ શનિવારે તેના નબળા શૈક્ષણિક પ્રદર્શન માટે નિંદા કર્યા પછી તેના રસાયણશાસ્ત્રના શિક્ષકને તેના વર્ગખંડમાં કથિત રીતે છરી મારીને હત્યા કરી હતી. પોલીસે કિશોરની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ કરી રહી છે.

55 વર્ષીય રાજેશ બરુઆ બેઝવાડા સ્કૂલમાં કેમેસ્ટ્રી ટીચર હતા. પોલીસ સૂત્રોએ શનિવારે સવારે જણાવ્યું હતું કે શિક્ષકે વિદ્યાર્થીને તેના અભ્યાસ અને શૈક્ષણિક પ્રદર્શન વિશે ઠપકો આપ્યો હતો અને તેના માતાપિતાને તેને શાળામાં લાવવા કહ્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થી ઘરે જતો રહ્યો અને યુનિફોર્મ બદલીને પાછો આવ્યો હતો. ટિચરે તેને ક્લાસની બહાર જવાનું કહ્યું હતું. આનાથી ગુસ્સે ભરાઇને વિદ્યાર્થીએ ટીચર પર છરી વડે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Assam Flood: આસામમાં ભયંકર પૂર, 40થી વધુ લોકોના મોત, 2800થી વધુ ગામ પ્રભાવિત

આ ઘટનાના સાક્ષી એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આરોપી વિદ્યાર્થી સ્કૂલમાંથી નીકળી ગયો હતો અને કપડાં બદલીને પાછઓ આવ્યો હતો. પહેલા તો ટિચરે તેને શાંતિથઈ ક્લાસની બહાર જવા કહ્યું હતું, પરંતુ જ્યારે તેણે તેની અવગણના કરી તો શિક્ષકે તેના પર બૂમો પાડવાનું શરૂ કર્યું. ટીચરની પ્રતિક્રિયાથી ગુસ્સે થઈને, વિદ્યાર્થીએ છરી કાઢીને શિક્ષકના માથા નીચે ઘા કર્યો. અમને ખબર ન હતી કે તેની પાસે તીક્ષ્ણ હથિયાર છે. અમારા શિક્ષક ઘાયલ થયા અને જમીન પર પડી ગયા અને લોહી વહી રહ્યું હતું.”

ટીચરને તુરંત હૉસ્પિટલમાં લઇજવામાં આવ્યા હતા, પણ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ હત્યા પાછળનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત