પરીક્ષામાં કોપી કરવા ન દેતા વિદ્યાર્થીને ગોળી મારી; બિહારમાં સાસારામમાં હોબાળો

પટના: હાલ બિહારમાં બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ(BSEB)ની 10મા બોર્ડ મેટ્રિકની પરીક્ષા ચાલી રહી છે. ગઈ કાલે સાસારામ વિસ્તારમાં પરીક્ષા બાદ પરીક્ષાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી તહી હતી, જેમાં થયેલા ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થઇ જતા હોબાળો મચી ગયો છે. એહવાલ મુજબ પરીક્ષાખંડમાં વિદ્યાર્થીએ કોપી ન કરવા દેતા કેટલાક વિદ્યાર્થીએ તેના હુમલો કર્યો હતો.
સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ પરીક્ષા દરમિયાન ઉત્તરવહી ન બતાવવા અંગે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. વિવાદને કારણે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ગોળીબાર થયો હતો.
બે વિદ્યાર્થીઓ ઘાયલ:
ઉમેદવારો સેન્ટ અન્ના સ્કૂલમાંથી પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. પછી તારાચંડી ધામમાં પહેલેથી જ રાહ જોઈ રહેલા બીજા જૂથે હુમલો કર્યો. ત્યારબાદ ગોળીબાર થયો. ગોળીબાર બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ગામના લોકો એકઠા થવા લાગ્યા, ત્યારે આરોપીઓ ભાગી ગયા. ઘાયલ વિદ્યાર્થીઓને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર દરમિયાન એકનું મોત થઇ ગયું.
Also read: 10 – 12માની પરીક્ષામાં કોપી કરનારાઓને ડ્રોન પકડશેઃ કોપી-ફ્રી ઝુંબેશનો કરાશે કડક અમલ
ગોળીબારમાં ઘાયલ વિદ્યાર્થીઓમાંથી એક નામ અમિત કુમાર અને બીજાનું નામ સંજીત કુમાર છે. બંને દેહરી શંભુ બિઘા ગામના રહેવાસી છે. ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગુરુવારે મધ્યરાત્રિએ અમિત કુમારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ ઘટના પછી, અમિતના પરિવારજનો અને ગામલોકો રોષે ભરાયા અને દેખાવો સહ્રું કર્યા..
હાઈવે પર દેખાવો:
આજે શુક્રવારે સવારે વિદ્યાર્થીના પરિવારના સભ્યોએ NH-2 બ્લોક કરી દીધો હતો. લોકોએ આગચંપી પણ કરી, પરિવારજનો આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. લગભગ દોઢ કલાક સુધી હાઈવે જામ રહ્યો. બાદમાં, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને સમજાવીને જામ હળવો કરાવ્યો.
એક આરોપીની ધરપકડ:
પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી અને આરોપી સુમિત કુમારની ધરપકડ કરી. ઘટનામાં વપરાયેલુ હથિયાર પણ મળી આવ્યું છે. બાકીના આરોપીઓને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે. બિહારમાં BSEB 10મા બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 25 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ પરીક્ષામાં 15 લાખથી વધુ ભાગ લઇ રહ્યા છે.