
સૂર્ય પરના શક્તિશાળી વિસ્ફોટોથી પૃથ્વી પર સંકટ; આદિત્ય-L1 મિશન દ્વારા સતત નિરીક્ષણ
નવી દિલ્હી/બેંગલુરુઃ સૂર્ય હાલમાં અત્યંત આક્રમક બન્યો હોવાથી તેના તીવ્ર સોલાર ફ્લેયર્સ થી પૃથ્વી પર જોખમ વધી ગયું છે. 1 ફેબ્રુઆરીથી સૂર્ય એક પછી શક્તિશાળી સૌર જ્વાળાઓ છોડી રહ્યો છે. જેના કારણે ઈસરો સહિત વિશ્વભરની સ્પેસ એજન્સીએ ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે, સૂર્યની સૌર જ્વાળાઓના કારણે પૃથ્વીને જોખમ થઈ શકે તેમ છે. નાસાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી ચેતવણી પણ આપી છે કે, ભારત સહિત વિશ્વભરમાં રેડિયો બ્લેકઆઉટ અથવા પાવર ગ્રીડ ફેલ્યોર થવાની સંભાવના છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યાં પ્રમાણે આ સ્થિતિ વધારે વિકટ છે. ચેતવણી એવી છે કે, આજે પૃથ્વી પર ભૂ-ચુંબકીય પ્રવૃત્તિઓ વધી શકે છે. આવી સ્થિતિને ઉત્તરીય લાઇટ્સ, જેને ઓરોરા તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્ય પરના સૌર તોફાનો પૃથ્વીના વાતાવરણમાં પ્રભાવિત કરી શકે છે. જેના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઉત્સર્જિત થાય છે. જેથી નાસા અને ઈસરો સહિત વિશ્વભરના દેશોની સ્પેશ એજન્સીએ ચેતવણી જાહેર કરી છે.
ઈસરો દ્વારા કેવી ચેતવણી આપવામાં આવી?
ઈસરોની વાત કરવામાં આવે તો રેડિયો બ્લેકઆઉટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કારણ કે, ચેતવણી એવી છે કે ઓ સૌર તોફાન ખાસ કરીને આપણાં ઉપગ્રહોને ભારે નુકસાન પહોંચાડી શકે છે, એટલું જ નહીં પરંતુ રડાર અને વીજળી ગ્રેડને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ સૌર તુફાન સૂર્ય પરથી ફેબ્રુઆરીના શરૂઆતથી જ શરૂ થઈ ગયાં છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો સોલર ફ્લેયર્સ સૂર્યના પાયાને ચુંબકીય વિસ્ફોટો છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પૃથ્વી સુધી તરત જ પહોંચાડે છે. આ રેડિયેશન ઉપગ્રહોના ઇલેક્ટ્રોનિક્સ ખરાબ કરી શકે છે. નાસાએ ચેતવણી આપી છે કે આ ફ્લેયર 1996 પછીના 20 સૌથી તીવ્રમાંથી એક છે.
આદિત્ય-એલ1 મિશન આપી રહ્યું છે સૂર્યની માહિતી
ઈસરો દ્વારા અત્યારે 50થી વધુ ભારતીય ઉપગ્રહો પર કડી નજર રાખવામાં આવી રહી છે. કારણ કે, તેના કારણે સૌર પ્રવૃત્તિમાં વધારો થતા સંદેશાવ્યવહાર, નેવિગેશન અને ઉપગ્રહ પેલોડને વિક્ષેપિત કરવાનો ભય છે. આ તમામ સ્થિતિને ધ્યાને રાખતા ઈસરોના વૈજ્ઞાનિકો પહેલા જ સચેત થઈ ગયાં છે. ભારતનું આદિત્ય-એલ1 મિશન જે પૃથ્વી-સૂર્ય L1 પોઈન્ટ પર 15 લાખ કિમી દૂર છે, વાસ્તવિક સમયમાં સોલર વિસ્ફોટોનું નિરીક્ષણ કરે છે. આ મિશન સૂર્યના ચુંબકીય ક્ષેત્ર, વિકિરણ અને કણોના ડેટા આપી ભારતને અગાઉથી ચેતવણી આપે છે. આદિત્ય-એલ1 એ આપેલી માહિતી ભારતને વધારે મદદરૂપ થઈ રહી છે.
સૂર્ય પર હાલની અશાંતિ સક્રિય ક્ષેત્ર 14366 તરીકે ઓળખાતા ચુંબકીય રીતે જટિલ સૂર્યસ્પોટ્સના સમૂહના અચાનક તીવ્ર થવાને કારણે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ ક્ષેત્રમાં વારંવાર વિસ્ફોટો થઈ રહ્યાં છે, જેમાં ચાર અત્યંત શક્તિશાળી સૌર જ્વાળાઓ ઉત્પન્ન થયા છે, જેમાં X8.1 વર્ગનો જ્વાળા પણ સામેલ છે, જે 2026માં અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી છે.
આપણ વાંચો: તો સંસદમાં પીએમ મોદી પર હુમલો થયો હોતઃ સ્પીકરે કર્યો મોટો ખુલાસો



