ટોપ ન્યૂઝનેશનલ

વહેલી સવારે બે રાજ્યમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, લોકો માં ગભરાટ…

ગુવાહાટી: આજે ગુરુવારે વહેલી સવારે ઉત્તરપૂર્વ ભારતના આસામના મોરીગાંવ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવતા ખળભળાટ મચી (Assam earthquake tremors) ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5.0 માપવામાં આવી હતી. ગુવાહાટી અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત પશ્ચિમ ભારતના ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Also read : Ahmedabad એરપોર્ટ પર મુસાફરો પાસે વસુલાતા ફૂડના અસહ્ય ભાવ , મુસાફરે રેટ કાર્ડ શેર કર્યું

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 2:25 વાગ્યે 16 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપના કેન્દ્ર અને તેની અસર વિશે વિગતવાર માહિતી હજુ સ્પષ્ટ થઇ નથી. 5ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ તીવ્રતા માનવામાં આવે છે. નુકશાન અંગે હજુ સુધી કોઈ અહેવાલ મળ્યા નથી.

અમરેલીની ધરતી ધ્રુજી:
અમરેલીના ખાંભામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 7.33 કલાકે 2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા આંચકાની પુષ્ટિ કરવામાં આવી હતી.

આસામમાં મોટા ભૂકંપનું જોખમ વધુ:
નોંધનીય છે કે આસામનો વિસ્તાર ભારતના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. તે સિસ્મિક ઝોન V માં સ્થિત છે, જેનો અર્થ એ છે કે તે ભૂકંપનું ઉચ્ચ જોખમ ધરાવે છે. અગાઉ આ પ્રદેશમાં ઘણા મોટા ભૂકંપ આવ્યા છે. 1950નો આસામ-તિબેટ ભૂકંપ (8.6ની તીવ્રતા) અને 1897નો શિલોંગ ભૂકંપ (8.1ની તીવ્રતા) ઇતિહાસના સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક છે.

Also read : કેન્દ્ર સરકાર તમામ લોકો નવી પેન્શન સ્કીમ લાવવાની તૈયારીમાં, જાણો શું થશે ફાયદા

છેલ્લા કેટલાક દિવસોમાં ભૂકંપની ગતિવિધિઓ વધી રહી છે, હિમાચલ પ્રદેશ, દિલ્હી-એનસીઆરથી માંડીને પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ કોલકાતામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 હતી અને તે સવારે 6.10 વાગ્યે આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button