માનવ તસ્કરી?: ફ્રાન્સમાં ફસાયેલું વિમાન આ એરપોર્ટ પર લેન્ડ કરી શકે
નવી દિલ્હી: ગયા અઠવાડીયા દરમિયાન 300થી વધુ ભારતીયને લઈ જઈ રહેલા વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યા પછી આ ફ્લાઈટ મુંબઈ પાછી ફરી શકે છે. આ ફ્લાઇટમાં માનવ તસ્કરી ચાલી રહી હોવાના આરોપને કારણે આ વિમાનને ફ્રાન્સના એક એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. આ વાતની જાણ ફ્રાન્સ સ્થિત ઇન્ડિયન એમ્બેસીને થતાં આ વિમાનના પ્રવાસીઓને છોડાવવાની ખાતરી એમ્બેસીએ આપી હતી.
છેલ્લા ત્રણ દિવસથી ફ્રાન્સમાં ફસાયેલું વિમાન આજે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવાનું જાણવા મળ્યું છે. રોમાનિયાના લીજેન્ડ એરલાઇન્સનું આ એ-340 વિમાને દુબઈના નિકારાગુઆથી ટેક ઓફ કર્યું હતું. જોકે, આ એન્જિનમાં તાંત્રિક ખામી ઊભી થવાથી તેને ફ્રાન્સના એક એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું.
આ ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડ થતા વિમાનમાં માનવ તસ્કરી ચાલી રહી હોવાની માહિતી ફ્રાન્સ સરકારને મળી હતી. ત્યાર બાદ ફ્રાન્સની સરકારે આ વિમાનને રોકવામાં આવ્યું હતું. પણ આ વિમાનમાં માનવ તસ્કરીની માહિતી ખોટી હોવાનું જાણ થાય બાદ આ વિમાન હવે થોડા સમયમાં મુંબઈ પાછું ફરશે એવી માહિતી એક મીડિયા એહેવાલે જાહેર કરી હતી.