નેશનલ

ઉત્તર પ્રદેશમાં ચારેબાજુ શાંતિ વચ્ચે શાહજહાંપુરમાં કોમી છમકલું; પોલીસ પર પથ્થરમારો

નવી દિલ્હી: આજે હોળી અને જુમ્મા નમાજ એકસાથે હોય ઉત્તર પ્રદેશમાં ભારે બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખાસ કરીને સંભલમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ સ્થિતિ પર પોલીસની બાજ નજર હતી અને જેના પરિણામે કાંકરી પણ નહોતી ખરી. પરંતુ શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા હોળી અને જુમ્માની નમાજની ઉજવણી વચ્ચે શાહજહાંપુરમાં અમુક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.

શાહજહાંપુરમાં પથ્થરમારો

પ્રાપ્ત વિગતો અનુસાર શાહજહાંપુરમાં કેટલાક અસમાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. શાહજહાંપુરમાં લાટ સાહેબનું સરઘસ કાઢવામાં આવી રહ્યું હતું, જેમાં સુરક્ષા માટે પોલીસ પણ સાથે હતી. સરઘસ દરમિયાન, કેટલાક યુવાનો પાછળ નાચતા અને ગાતા હતા, ત્યારે અચાનક કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો

આપણ વાંચો: છત્તીસગઢમાં ઈડીની ટીમ પર હુમલોઃ પૂર્વ સીએમના ઘરની બહાર નીકળતા સમર્થકોએ કર્યો પથ્થરમારો

પોલીસે કર્યો લાઠીચાર્જ

શાહજહાંપુરમાં પથ્થરમારો શરૂ થતાં જ પોલીસે અસામાજિક તત્વોને ખદેડવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે લગભગ 10-15 મિનિટમાં પરિસ્થિતિ શાંત થઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button