મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)સપ્તાહના છેલ્લા દિવસે વધારા સાથે શરૂ થયું હતું. જેમાં સેન્સેક્સ 117 અંકના વધારાની સાથે 79335 ના સ્તર પર ખૂલ્યું છે. જ્યારે નિફ્ટીમાં 9 પોઈન્ટ વધારો જોવા મળ્યો હતો જે 23960 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે થોડા સમય બાદ જ સેન્સેકસ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 211 પોઈન્ટના ઘટાડા સાથે 79011 પર આવી ગયો છે. નિફ્ટી પણ 40 પોઈન્ટ ઘટીને 23911 પર આવી ગયો છે. જેના લીધે રોકાનકારોની ચિંતામાં વવધારો થયો છે.
આ શેરના ભાવમાં ઘટાડો
નિફ્ટી પેક શેર્સમાં સૌથી મોટો ઘટાડો એક્સિસ બેન્કમાં 1.31 ટકા, લાર્સન એન્ડ ટુબ્રોમાં 1.08 ટકા, આઇટીસીમાં 1.01 ટકા, જેએસડબલ્યુ સ્ટીલમાં 0.99 ટકા અને સિપ્લામાં 0.86 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જયારે ટીએસએસમાં સૌથી વધુ 1.23 ટકા, એનટીપીસીમાં 1.17 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 0.88 ટકા, હીરો મોટોકોર્પમાં 0.55 ટકા અને ઇન્ફોસિસમાં 0.48 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
અમેરિકન શેરબજારમાં મિશ્ર અસર
ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 15.37 પોઈન્ટ વધીને 42,342.24 પર જ્યારે S&P 500 5.08 પોઈન્ટ ઘટીને 5,867.08 પર છે. નાસ્ડેક કમ્પોઝિટ 19.93 પોઈન્ટ ઘટીને 19,372.77 ના સ્તર પર છે.
એશિયા અને ઓસ્ટ્રેલિયા બજારોમાં ઘટાડો
ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના શેરબજારમાં પણ ઘટાડો થયો હતો અને હોંગકોંગ ઇક્વિટી ફ્યુચર્સ ઘટ્યા હતા. જાપાની શેરોમાં સાધારણ ઉછાળો જોવા મળ્યો હતો.