
મુમાંબી: દિવાળીના તાહેવારમાં પણ શેરબજાર(Stock Market)માં રોનક જોવા મળી નથી. આજે બુધવારે પણ શેરબજારે નબળી શરૂઆત નોંધાવી છે. BSEનો સેન્સેક્સ 341.72 પોઈન્ટ તૂટીને 80,027.31 પર ખુલ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 116.30 પોઈન્ટ ઘટીને 24,350.55 પોઈન્ટ પર ખુલ્યો હતો.
JSW સ્ટીલ, HINDUNILVR, Infosys, BHARTIARTL, SBI, કોટક બેંક, BAJFINANCE, રિલાયન્સના શેરોમાં ઘટાડો નોંધાયો છે.
Also Read – ધનતેરસે પણ ધનવર્ષા ચાલુ: સેન્સેક્સે ૩૬૪ પૉઇન્ટની જમ્પ લગાવી, નિફ્ટી ૨૪,૫૦૦ની સપાટી નજીક પહોંચ્યો
ગઈ કાલે મંગળવારે સતત બીજા દિવસે શેરબજારમાં તેજી વલણ ચાલુ રહ્યું હતું અને BSE સેન્સેક્સ 364 પોઈન્ટ ઉછળ્યો હતો. વૈશ્વિક બજારોમાં મજબૂત વલણને કારણે બેંકો અને પેટ્રોલિયમ કંપનીઓના શેરમાં ખરીદીના કારણે કારોબારના છેલ્લા કલાકમાં બજારમાં તેજી જોવા મળી હતી.