નેશનલશેર બજાર

શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે ફરી અફડાતફડીનો દોર

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે ફરી અફડાતફડીનો દોર ચાલી રહ્યો છે. ફેડરલની સ્પીચથી માંડીને વિવિધ નાણાકીય ડેટાની પ્રતીક્ષા તેમ જ ચૂંટણી પરિણામો અંગેની ચિંતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનું માનસ રહ્યું છે.


ભારતીય શેરબજારના બેન્ચમાર્કે બુધવારે થોડો ઊંચા સ્તરે પ્રારંભ કર્યો હતો અને સપ્તાહ માટે તેમનો ઉપરનો પ્રવાહ ચાલુ રાખ્યો હતો. રોકાણકારો સંભવિત વ્યાજ દર અંગેના નિર્ણય અગાઉના સંકેતો અને અટકળોને આધારે યુએસ ફુગાવાના ડેટા પર નજર રાખીને રહ્યા છે.


આ ઉપરાંત પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, મેનકાઇન્ડ ફાર્મા, આરવીએનએલ, ડિક્સન, ટીટાગઢના પરિણામની જાહેરાતને આધારે શરલક્ષી હલચલ જોવા મળી રહી છે.


બજારની હલચલમાં પ્રમોટર જૂથો દ્વારા 2.53 ટકા હિસ્સો વેચવાની યોજના બાદ સિપ્લામાં 5 ટકા જેવો ઉછાળો જોવા મળ્યો હતો. યુબીએસએ ભારતી એરટેલ પર તટસ્થ રેટિંગ જાળવી રાખ્યું છે. મેક્વેરી શ્રી સિમેન્ટ્સ પર તટસ્થ રેટિંગ જાળવી રાખ્યું છે


એમએસીઆઈ ઈએમ ઇન્ડેક્સમાં 13 ભારતીય શેરનો ઉમેરો થયો છે અને ત્રણ શેર હટાવવામાં આવ્યા છે.
મુડીબજારમાં વિરાટ કોહલી સમર્થિત ગો ડિજિટનો આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. ટીબીઓ ટેકનોનો શેર તેના આઇપીઓની ઇશ્યું કિંમત કરતાં 55 ટકાના પ્રીમિયમ પર શેરબજારમાં લિસ્ટેડ થયો છે. ઓઈલ ઈન્ડિયા 20 મેના રોજ બોનસ શેર ઈશ્યૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે.


મે મહિનામાં સતત વિદેશી ફંડોની વેચાણથી અત્યાર સુધીમાં કુલ એફઆઈઆઈ વેચાણનો આંકડો રૂ. 33540 કરોડ સુધી પહોંચી ગયો છે અને સ્થાનિક સંસ્થાઓની સતત ખરીદીને કારણે કુલ ડીઆઇઆઈ ખરીદીનો આંકડો રૂ. 26500 કરોડ સુધી પહોંચ્યો છે.


આ રીતે ડીઆઇઆઈની ખરીદી સાથે એફઆઈઆઈના વેચાણના આ સંતુલનને કારણે, બજારમાં ખૂબ મોટી વધઘટ તો નથી થઈ, જોકે તે અત્યંત અસ્થિર રહ્યું છે. છેલ્લા એક મહિનામાં નિફ્ટી માત્ર 0.25% નીચે છે.


એફઆઈઆઈના વેચાણને પ્રેરિત કરતું મુખ્ય પરિબળ એ ચાઇનીઝ સ્ટોક્સનું આઉટપરફોર્મન્સ છે જે વેલ્યુએશનમાં ઘટાડો થવાથી પુનઃપ્રાપ્તિની સાક્ષી બની રહ્યું છે. છેલ્લા એક મહિનામાં હેંગસેંગ ઇન્ડેક્સ 14.90 ટકા વધ્યો છે.


હેંગસેંગમાં લિસ્ટેડ ચાઈનીઝ એચ શેરોમાં એફઆઈઆઈ રોકાણ કરે છે. જ્યાં સુધી ચાઈનીઝ શેરોનું આ આઉટપરફોર્મન્સ જળવાઈ રહેશે ત્યાં સુધી એફઆઈઆઈ ભારતમાં વેચાણ ચાલુ રાખી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ