ભારતીય શેરબજારમાં મંગળવારે વૈશ્વિક દબાણના પગલે ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેકસ ઘટાડા સાથે ખૂલ્યું હતો. સેન્સેક્સ 40 પોઈન્ટના ઘટાડા સાથે 82,530 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 0.14 ટકાના વધારા સાથે 25,313.40ની સપાટી પર ખુલ્યો છે.
બેંકિંગ-ફાઇનાન્સ શેરો ખુલતાની સાથે જ ઘટ્યા
સેન્સેક્સ પરના મોટાભાગના બેન્કિંગ અને ફાઇનાન્સ શેર શરૂઆતના વેપારમાં ખોટમાં છે. બજાજ ફાઇનાન્સ સૌથી વધુ 1.20 ટકાના નુકસાનનો સામનો કરી રહ્યું છે. બજાજ ફિનસર્વ 0.70 ટકાથી વધુ ઘટ્યો છે. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ જેવા આઈટી શેરોમાં પણ વેચવાલી છે. બીજી તરફ, આઈટીસી 0.50 ટકાની આસપાસ સૌથી મજબૂત છે. સન ફાર્મા અને ટાટા મોટર્સ જેવા શેર પણ મજબૂત છે.
વૈશ્વિક શેરબજારોની સ્થિતિ
સોમવારે અમેરિકન માર્કેટમાં રજા હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ફ્યુચર ટ્રેડમાં 0.10 ટકા નીચે છે. એશિયન બજારો આજે નફામાં કારોબાર કરી રહ્યા છે. જાપાનનો નિક્કી થોડો 0.18 ટકા ઉપર છે, જ્યારે ટોપિક્સ 0.38 ટકા ઉપર છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.17 ટકા અને કોસ્ડેક 0.02 ટકા ઉપર છે. જો કે હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં આજે ખરાબ શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા છે.
Also Read –