નેશનલશેર બજાર

Stock Market : PN ગાડગીલ જ્વેલર્સ નો શેર 73 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, આટલો રહ્યો ભાવ

મુંબઇ: ભારતીય શેરબજારમાં(Stock Market)હાલ સારો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે PN ગાડગીલ જ્વેલર્સના શેરનું પણ 73 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર PN ગાડગીલ જ્વેલર્સના શેરની કિંમત રૂપિયા 830 પ્રતિ શેર પર ખુલી હતી, જે રૂપિયા 480ની ઈશ્યુ કિંમત કરતાં 72.92 ટકા વધુ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર PN Gadgil જ્વેલર્સના શેરની કિંમત શેર દીઠ રૂપિયા 834 પર ખુલી હતી, જે ઇશ્યૂ કિંમત કરતાં 73.75 ટકા વધારે છે. નિષ્ણાતોએ આગાહી કરી હતી કે પીએન ગાડગીલ જ્વેલર્સના શેરની કિંમત 50 થી 63 ટકાના પ્રીમિયમ સાથે ખુલશે.

IPO ને મજબૂત ટેકો મળ્યો

PN ગાડગીલ જ્વેલર્સનું IPO સબસ્ક્રિપ્શન 10 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને 12 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, બિડિંગના છેલ્લા દિવસે જ્વેલરી રિટેલ ચેઇન PN ગાડગિલ જ્વેલર્સ લિમિટેડનો આઇપીઓ 59.41 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો

લોનની ચૂકવણી માટે કંપની રૂપિયા 300 કરોડનો ખર્ચ કરશે

આ ઈસ્યુમાં રૂપિયા 250 કરોડ સુધીના વેચાણની ઓફર અને SVG બિઝનેસ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 850 કરોડનો નવો ઈશ્યૂ સામેલ છે. જ્વેલરી કંપની દેવું ચૂકવવા માટે રૂપિયા 300 કરોડ ફાળવવા અને FY26 સુધીમાં મહારાષ્ટ્રમાં 12 સ્ટોર્સ ખોલવા માટે નવી ઓફરની આવકમાંથી રૂપિયા 387 કરોડ ખર્ચ કરવા માગે છે. બાકીના ભંડોળનો ઉપયોગ નિયમિત વ્યવસાયિક જરૂરિયાતો માટે કરવામાં આવશે. 29 ફેબ્રુઆરી સુધીમાં, પેઢી પર રૂપિયા377.45 કરોડનું દેવું હતું.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button