મુંબઈ: ભારતીય શેરબજારમાં(Stock Market)શાનદાર શરૂઆત બાદ થોડી મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 68 પોઈન્ટના ઘટાડા સાથે 83000ની નીચે 82917 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 14 પોઈન્ટ ઘટીને 25369 ના સ્તર પર છે. બ્રિટાનિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ડિવિસ લેબ અને ટાટા કન્ઝ્યુમર 1 થી 1.50 ટકાના વધારા સાથે નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં છે. જ્યારે ટાટા મોટર્સ 2 ટકા ના ઘટાડા સાથે ટોપ લૂઝર્સમાં છે. જ્યારે TCS, HDFC લાઇફ, વિપ્રો અને બજાજ ફિનસર્વમાં એક ટકા ઘટાડો જોવા મળ્યો છે.
બજાજ હાઉસિંગમાં તેજી આજે પણ ચાલુ
આજે પણ બજાજ હાઉસિંગમાં ખૂબ જ વૃદ્ધિ જોવા મળી રહી છે અને 3.84 કરોડ શેર્સમાં ઘણી ડીલ કરવામાં આવી છે. માર્કેટ ઓપનિંગ સમયે મોટા વેપારનું મૂલ્ય રૂ. 6.91 કરોડ દેખાય છે. 10 ટકાના ઉછાળા બાદ સ્ટોક અપર સર્કિટમાં છે.