આમચી મુંબઈનેશનલશેર બજાર

Stock Market : શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સમાં 37. 00 પોઇન્ટનો ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)આજે ઘટાડા સાથે ખૂલ્યું છે. જેમાં સેન્સેક્સ 37.00 પોઈન્ટના ઘટાડા સાથે 81,822.56 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 17.05 પોઈન્ટના ઘટાડા સાથે 25,035.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 11 કંપનીઓના શેર વધારા સાથે જ્યારે બાકીની તમામ 19 કંપનીઓના શેર ઘટાડા સાથે ખૂલ્યા હતા. જ્યારે નિફ્ટીની 50માંથી 17 કંપનીઓના શેર વધારા સાથે અને 33 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા.

માર્કેટ કેપમાં રૂપિયા 2.5 હજાર કરોડનો ઘટાડો થયો

વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શે બજારમાં નબળું વલણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ સપાટ ખુલ્યા છે. જેમાં બીએસએઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 2.5 હજાર કરોડનો ઘટાડો થયો છે.

જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 0.58 ટકાના ઘટાડા સાથે, HCL ટેકના શેર 0.55 ટકા, મારુતિ સુઝુકીના શેર 0.50 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. બીજી તરફ, ભારતી એરટેલનો શેર સૌથી વધુ 0.59 ટકાના વધારા સાથે ખૂલ્યો હતો. બજાજ ફિનસર્વના શેર 0.24 ટકા, ટેક મહિન્દ્રાના શેર 0.22 ટકા, આઇટીસીના શેર 0.21 ટકા વધ્યા હતા.

બુધવારે ભારતીય બજારો એકદમ સપાટ બંધ રહ્યા હતા

બુધવારે ભારતીય બજારો એકદમ ફ્લેટ રહ્યા હતા. સેન્સેક્સ 73.80 પોઈન્ટના વધારા સાથે 81,785.56 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 34.60 પોઈન્ટના વધારા સાથે 25,052.35 પોઈન્ટ પર બંધ થયો હતો. બુધવારે સેન્સેક્સની 30માંથી 20 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા હતા જ્યારે બાકીની 10 કંપનીઓના શેર વધારા સાથે બંધ થયા હતા.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો