
મુંબઇ : ભારતીય શેરબજારમાં હજારો કંપની લિસ્ટેડ છે.આ સ્થિતિમાં તમામ કંપનીઓના શેર ખરીદવા મુશ્કેલ છે. ત્યારે મોટાભાગના લોકો નિફ્ટીની ટોચની 50 અને 100 કંપનીઓમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. પરંતુ, બજારની 50 મોટી કંપનીઓના શેર ખરીદવા માટે પણ ઘણા પૈસાની જરૂર પડે છે. પરંતુ જો હવે તમે માત્ર 280 રૂપિયામાં દેશની 50 મોટી કંપનીઓમાં રોકાણ કરી શકો છો. આ માટે તમારે નિફ્ટી બીસમાં(NIFTY BeES)રોકાણ કરવું પડશે. ઘણા બજાર નિષ્ણાતો NIFTY BeES ને મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધુ સારી માને છે. કારણ કે તેમાં રોકાણ કરવું સરળ છે અને વળતર પણ સારું છે. જેમ જેમ નિફ્ટી 50 ઇન્ડેક્સ ઉપર જશે તેમ નિફ્ટી બીસના ભાવમાં વધારો થશે.
NIFTYBeES શું છે?
ભારતમાં એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ETF) તરીકે NIFTY BeES (બેન્ચમાર્ક એક્સચેન્જ ટ્રેડેડ સ્કીમ) છે. જેનો ઉદ્દેશ્ય રોકાણ પર વળતર આપવાનો છે .જે નિફ્ટી ઇન્ડેક્સ દ્વારા રજૂ કરાયેલી અસ્કયામતોના કુલ વળતરની બરાબર છે. NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) ના કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડ એકમોને જોડીને નિફ્ટી બીસની રચના કરવામાં આવી છે.
નિફ્ટી બીસના ફાયદા
નિફ્ટી બીસમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે. તમે ડીમેટ એકાઉન્ટ દ્વારા શેરબજારના ટ્રેડિંગ સમય દરમિયાન કોઈપણ સમયે નિફ્ટી બીસ ખરીદી શકો છો. તે શેરની જેમ જ ખરીદી અને વેચી શકાય છે.
નિફ્ટી બીસ રિટર્ન
નિફ્ટી બીસ પણ વળતર આપવાની બાબતમાં ખૂબ સારી અને સ્થિર રહી છે. છેલ્લા 5 વર્ષમાં, નિફ્ટી બીસે 137 ટકા વળતર આપ્યું છે એટલે કે રોકાણકારોના નાણાં બમણા કરતાં પણ વધુ થયા છે. કોરોના સમયગાળા દરમિયાન, માર્ચ 2020 માં નિફ્ટી બીસ ની કિંમત 91 રૂપિયા હતી અને હવે વર્તમાન કિંમત 278 રૂપિયા છે.
Also Read –