નેશનલશેર બજાર

Stock Market : આ શેરના ભાવમાં જોવા મળી રહી જબરજસ્ત તેજી, પાંચ દિવસમાં 23 ટકાનો વધારો

મુંબઈ: અનિલ અંબાણીની પાવર કંપની રિલાયન્સ પાવરના(R Power )શેરના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શેર સતત 5 ટકાની અપર સર્કિટ બતાવી રહ્યો છે. આજે મંગળવારે આ શેર 5 ટકા વધીને રુપિયા 51.10ની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો છે. આ શેર છેલ્લા દસ ટ્રેડિંગ દિવસોથી અપર સર્કિટને સ્પર્શી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આ સ્ટોક 23 ટકા વધ્યો છે. આ શેરે ચાર વર્ષમાં 43 ટકા નું મજબૂત વળતર આપ્યું છે. 27 માર્ચ, 2020 ના રોજ આ શેરની કિંમત 1.15 રૂપિયા હતી. જો કે લાંબા ગાળે શેરે રુપિયા 274 (23 મે 2008ની બંધ કિંમત) થી ભારે નુકસાન કર્યું હતું. એટલે કે 2008 થી 2020 સુધી આ સ્ટોકને 99 ટકાનું નુકસાન થયું હતું. હવે તેમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. શેરમાં આ ઉછાળા પાછળનું કારણ કંપની દ્વારા ઝડપથી લોન ચૂકવવા અને ભંડોળ એકત્ર કરવાના સમાચાર છે.

રોઝા પાવર હવે દેવું મુક્ત થવાની તૈયારીમાં

કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મોટી જાહેરાતો કરી છે. શેર પર તેની અસર ઘણી જોવા મળી હતી. રિલાયન્સ પાવરની સબસિડિયરી કંપની રોઝા પાવરે સિંગાપોર સ્થિત ધિરાણકર્તા વર્ડે પાર્ટનર્સને રુપિયા 850 કરોડની લોનની સમય પહેલા ચુકવણી કરી છે. રિલાયન્સ પાવરની શૂન્ય દેવાની સિદ્ધિ પછી રોઝા પાવર હવે દેવું મુક્ત થવાની તૈયારીમાં છે.

જયારે રિલાયન્સ પાવર લિમિટેડની અન્ય પેટાકંપની એકમ, વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર માટે ગેરેંટર સંબંધિત રૂપિયા 3,872 કરોડની જવાબદારીઓ પૂર્ણ થઈ હતી. રિલાયન્સ પાવર લિમિટેડના બોર્ડે તાજેતરમાં પ્રેફરન્શિયલ ઈસ્યુ દ્વારા રુપિયા 1,525 કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ હેઠળ પ્રમોટર્સ તેના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા માટે કંપનીમાં રુપિયા 600 કરોડનું રોકાણ કરશે.

પાવર શેરે 115 ટકા વળતર આપ્યું

રિલાયન્સ પાવરના શેરે છેલ્લા પાંચ વર્ષમાં વિક્રમી વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 2.45 રૂપિયાથી વધીને 51.10 રૂપિયા થઈ ગઈ છે. આ શેરમાં એક વર્ષમાં 170 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 19.25 રૂપિયાથી વધીને વર્તમાન કિંમત સુધી પહોંચી છે. આ વર્ષે 2024 સુધીમાં, આ પાવર શેરે 115 ટકા વળતર આપ્યું છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button