નેશનલશેર બજાર

Stock Market : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ 11,000 કરોડનું રોકાણ કર્યું, જાણો કારણ

મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market) મહિનાના પ્રથમ સપ્તાહમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાં ભારતીય બજારમાં મજબૂતાઈ અને અમેરિકામાં વ્યાજદરમાં કાપની અપેક્ષાને કારણે FPIs રોકાણ વધ્યું છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)જૂનથી સતત ઇક્વિટી ખરીદી રહ્યા છે. આ અગાઉ તેઓએ એપ્રિલ-મેમાં રૂપિયા 34,252 કરોડની રકમ ઉપાડી હતી. આ અંગે માર્કેટ નિષ્ણાતે જણાવ્યું હતું કે તાજેતરનો નાણાપ્રવાહ આશાસ્પદ છે અને ભારતની મજબૂત મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓને જોતાં તે ચાલુ રહી શકે છે.

આ કારણે બજારમાં રોકાણ વધ્યું

ડેટા અનુસાર, FPIs એ ચાલુ મહિને 6 સપ્ટેમ્બર સુધી શેરોમાં રૂપિયા 10,978 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટિપ્પણીને પગલે સેન્ટિમેન્ટ સુધર્યા બાદ FPIs ભારતીય ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યા હતા કે વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત કેટલીક પસંદગીની મોટી કંપનીઓના શેર ખરીદવાથી પણ રોકાણમાં ફાળો આવ્યો છે.

ઉંચુ મૂલ્યાંકન ચિંતાનો વિષય

FII રોકાણ માટેની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના હેતુથી શ્રેણીબદ્ધ નિયમનકારી સુધારાઓએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વધુ વેગ આપ્યો છે. યુએસમાં 10-વર્ષના બોન્ડ્સ પર યીલ્ડમાં ઘટાડો ભારત જેવા ઊભરતાં બજારોમાં FPIs ના પ્રવાહ માટે સકારાત્મક છે. જોકે, ઉંચુ મૂલ્યાંકન ચિંતાનો વિષય છે. જો આગામી દિવસોમાં યુએસ વૃદ્ધિની ચિંતા વૈશ્વિક ઇક્વિટી બજારોને અસર કરે છે તો FPIs ભારતમાં ખરીદી કરવા માટે આ તકનો ઉપયોગ કરી શકે છે. ઇક્વિટી ઉપરાંત, FPIs એ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બોન્ડ માર્કેટમાં રૂપિયા 7,600 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker