નેશનલશેર બજાર

શેરબજાર ફરી પટકાયું! ઘટાડા સાથે બંધ થયું, રોકાણકારોના રૂ. 6 લાખ કરોડ ધોવાયા

મુંબઈ: ભારતીય શેર બજારમાં છેલ્લા ઘણા દિવસોથો ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે ફરી બાજર ઘટાડા સાથે બંધ થયું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 221.45 પોઈન્ટ ઘટીને 24,751.65 પર બંધ થયો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 494.75 પોઈન્ટ ઘટીને 81,006.61 પર બંધ થયો હતો.

નિફ્ટી 50માં ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, પાવર ગ્રીડ, એલએન્ડટી અને એસબીઆઈ ટોપ ગેનર રહ્યા. જયારે, બજાજ ઓટો, શ્રીરામ ફાઈનાન્સ, M&M, નેસ્લે ઈન્ડિયા અને હીરો મોટોકોર્પ નિફ્ટી 50માં ટોપ લૂઝર રહ્યા.

નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 928 પોઈન્ટ અથવા 3.58 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટીનો એફએમસીજી ઈન્ડેક્સ 945 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી બેંક 512 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. આ સિવાય ફાર્મા, મેટલ્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 986 પોઈન્ટના ઘટાડા સાથે અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 239 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા છે.

ભારતીય શેરબજારમાં આવેલા ઘટાડાને કારણે ગુરુવારે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 457.26 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 463.29 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આ સત્રમાં રોકાણકારોને રૂ.6 લાખ કરોડનું નુકસાન થયું છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button