
મુંબઇ: ભારતીય શેરબજારે(Stock Market)સતત નવા ઊંચા સ્તરો નોંધાવ્યા બાદ શુક્રવારે ટ્રેડિંગની ધીમી શરૂઆત કરી હતી. સપ્તાહના અંતિમ દિવસે શરૂઆતના સત્રમાં બજાર પર દબાણ જોવા મળ્યું હતું. જેના કારણે ટ્રેડિંગ લગભગ સપાટ ખુલ્યું છે. સવારે 9. 15 વાગે સેન્સેક્સ 60 પોઈન્ટના વધારા સાથે 85,893.84 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટીની શરૂઆત 32 પોઈન્ટના વધારા સાથે 26,248.25 પોઈન્ટ પર થઈ હતી. કારોબારની શરૂઆતની થોડી મિનિટોમાં બજાર મર્યાદિત રેન્જમાં જોવા મળ્યું હતું. જેમાં સવારે 9:20 વાગ્યે સેન્સેક્સ માત્ર 35 પોઈન્ટના વધારા સાથે 85,870 પોઈન્ટ પર અને નિફ્ટી માત્ર 16 પોઈન્ટના વધારા સાથે 26,235 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
શરૂઆતના વેપારમાં સેન્સેક્સના શેરોમાં ઘટાડો
શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ પર લગભગ અડધા શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શરૂઆતના સત્રમાં આઈટી શેર્સમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. ઇન્ફોસિસ 2.60 ટકાની આસપાસ સૌથી મજબૂત છે. ટેક મહિન્દ્રા પણ અઢી ટકાથી વધુ અપ છે. એચસીએલ ટેક અને ટીસીએસના શેર પણ 2 ટકાથી વધુ નફામાં છે. બીજી તરફ પાવર ગ્રીડ કોર્પોરેશનમાં સૌથી વધુ 2.27 ટકા, L&T લગભગ 2 ટકા અને ભારતી એરટેલમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે.
બજાર ખુલતા પહેલા તેજીના સંકેતો મળ્યા હતા
શેર બજારમાં કારોબારની શરૂઆત પહેલા એવા સંકેતો હતા કે સપ્તાહના અંતિમ દિવસે પણ તેજી ચાલુ રહી શકે છે. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ લગભગ 60 પોઈન્ટના વધારા સાથે 85,900 પોઈન્ટની નજીક હતો, જ્યારે નિફ્ટી લગભગ 30 પોઈન્ટના વધારા સાથે 26,250 પોઈન્ટની નજીક હતો. સવારે ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ લગભગ 50 પોઈન્ટના પ્રીમિયમ સાથે 26,630 પોઈન્ટની નજીક હતો.
વૈશ્વિક બજારમાં તેજી યથાવત
ગુરુવારે અમેરિકન બજારો મજબૂતી સાથે બંધ થયા હતા. વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.62 ટકા વધીને બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 0.40 ટકા વધ્યો હતો અને ટેક-ફોકસ્ડ ઇન્ડેક્સ Nasdaq 0.60 ટકા વધ્યો હતો. આજે શુક્રવારે એશિયન માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 0.52 ટકા ઉપર છે, જ્યારે ટોપિક્સ 0.23 ટકાના નુકસાનમાં છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.18 ટકા અને કોસ્ડેક 0.15 ટકાના નુકસાનમાં છે. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં સારી શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા છે.
Also Read –