મુંબઇ : ભારતીય Stock Market આજે ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ 42.52 પોઈન્ટના ઘટાડા સાથે 83,037 પર ખુલ્યો અને નિફ્ટી 16.15 પોઈન્ટ ઘટાડા સાથે 25,402 ના સ્તરે ખૂલ્યો હતો. ONGCના શેરમાં એક ટકાનો ઉછાળો આવ્યો હતો જે બજાર ખુલતાની સાથે જ અડધા ટકા પર આવી ગયો છે. બજાજ હાઉસિંગમાં બ્લોક ડીલ થઈ છે પરંતુ તેના લિસ્ટિંગ પછી આ પહેલો દિવસ છે જ્યારે શેરમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે.
આઈટી શેરોમાં મોટો ઘટાડો
બજાર ખુલતાની સાથે આઈટી શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. હીરો મોટોકોર્પ, યુનાઈટેડ સ્પિરિટ્સ એક વર્ષની ટોચે પહોંચી ગયા છે અને બીએસઈના શેર પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. HDFC બેંકના શેર શરૂઆતની મિનિટોમાં જ ઉછાળો દર્શાવે છે.
વૈશ્વિક બજારમાં મિશ્ર સેન્ટિમેન્ટ
યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ અંગેના આજના નિર્ણય પૂર્વે વૈશ્વિક બજારમાં મિશ્ર સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું. , એશિયન બજારોમાં મોટાભાગે વધારા સાથે વેપાર થયો હતો, જ્યારે યુએસ શેરબજારો મિશ્ર બંધ રહ્યા હતા.
Also Read –