ટોપ ન્યૂઝનેશનલ

Stock Market : શેરબજાર બાઉન્સ બેક, સેન્સેકસ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો

મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)ગત સપ્તાહે જોવા મળેલા ઘટાડા બાદ સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં એશિયન બજારની તેજીની અસર ભારતીય બજારમાં જોવા મળી છે. જેમાં સેન્સેકસ 440 પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યો હતો અને ત્યાર બાદ સેન્સેક્સ 570 પોઈન્ટના ઉછાળા સાથે 78,616 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 170 પોઈન્ટના ઉછાળા સાથે 23757 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

સેકટોરિયલ ઇન્ડેક્સમાં પણ વધારો

આજે બજારમાં તમામ સેક્ટરના શેરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બેંકિંગ આઇટી, ઓટો ફાર્મા, એફએમસીજી, મેટલ્સ,. એનર્જી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી રહી છે. આજના બિઝનેસમાં રોકાણકારો મિડકેપ અને સ્મોલ કેપ શેર પણ ખરીદી રહ્યા છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 373 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે અને નિફ્ટી સ્મોલ કેપ ઈન્ડેક્સ 80 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરોમાં ઉછાળો

આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 3માં ઘટાડો થઈ રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 42માં ઉછાળા સાથે અને 8માં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. વધતા શેરોમાં બજાજ ફાઇનાન્સ 1.67 ટકા, એચડીએફસી બેન્ક 1.51 ટકા, આઈસીઆઇસીઆઇ બેન્ક 1.50 ટકા, ભારતી એરટેલ 1.46 ટકા, આઈટીસી 1.27 ટકા, રિલાયન્સ 1.14 ટકા, ટાટા સ્ટીલ 1.03 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

આ શેરના ભાવમાં ઘટાડો

જ્યારે ઘટી રહેલા શેરોમાં એચડીએફસી લાઇફ 1.25 ટકા, એસબીઆઇ લાઇફ 1.19 ટકા, અપોલો હોસ્પિટલ 0.56 ટકા, સિપ્લા 0.41 ટકા, સન ફાર્મા 0.34 ટકા, આઇશર મોટર્સ 0.20 ટકા, હીરો મોટોકોર્પ 0.26 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

Also Read – Popcorn GST: પોપકોર્ન પર હવે લાગશે ત્રણ પ્રકારના ટેક્સ, ફ્લેવર અને પેકેજિંગ મુજબ દર નક્કી

એશિયન શેરબજારોમાં જોરદાર ઉછાળો

એશિયન શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારતીય બજારો તેજી જોવા મળી રહી છે.નિક્કી 0.90 ટકા સ્ટ્રેન ટાઇમ્સ 0.96 ટકા, હેંગસેંગ 0.59 ટકા, તાઇવાન 2.48 ટકા, કોસ્પી 1.50 ટકા, શાંઘાઈ 0.21 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button