Ratan Tataના નિધન બાદ આ વ્યક્તિની થઇ રહી છે સૌથી વધુ ચર્ચા
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું ગઇ કાલે રાત્રે નિધન થયું. રતન ટાટાના નિધન બાદ દેશ-વિદેશની મોટી હસ્તીઓ સહિત તેમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની નમ્રતા અને દયાળુ સ્વભાવની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ટાટા પરિવારના એક સભ્યની પણ ઘણી ચર્ચા થઈ રહી છે અને તે છે નોએલ ટાટા. નોએલ ટાટા વિશે પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. જો ટાટા પરિવારની વાત કરીએ તો રતન ટાટા પછી માત્ર નોએલ ટાટા જ સમાચારોમાં રહે છે.
રતન ટાટાના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોએલ ટાટા સાથે વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે નોએલ ટાટા કોણ છે અને પરિવારમાં તેમના રતન ટાટા સાથે શું સંબંધ છે?
નોએલ ટાટાની વાત કરીએ તો તેઓ રતન ટાટાના સાવકા ભાઇ છે. રતન ટાટાના પિતા નવલ ટાટાએ બે વાર લગ્ન કર્યા હતા. નવલ ટાટાના પહેલા લગ્ન સુની કમિશ્નરેટ સાથે કર્યા હતા,જેમને બે બાળકો હતા. રતન ટાટા અને જીમી ટાટા. ટૂંક સમય બાદ નવલ ટાટા અને સુની અલગ થઇ ગયા. ત્યાર બાદ નવલ ટાટાએ 1955માં સ્વિઝ મહિલા સિમોન સાથે લગ્ન કર્યા. નોએલ ટાટા એ નવલ ટાટા અને સિમોનના પુત્ર છે. રતન ટાટા અને જીમી ટાટાએ લગ્ન નથી કર્યા.
નોએલ ટાટા સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી છે. તેઓ ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડ, વોલ્ટાસ લિમિટેડ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડના વર્તમાન ચેરમેન અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન પણ છે. આ પહેલા તેમણે ટ્રેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે 11 વર્ષ સુધી કામ કર્યું હતું. ત્યારબાદ 2012માં ટ્રેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને બાદમાં 2014માં પ્રેસિડેન્ટ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
નોએલ ટાટા પણ બિઝનેસની સારી સમજ ધરાવે છે. પોતાની સૂઝબૂઝથી ટ્રેન્ટને એક સ્ટોરમાંથી 330 સ્ટોર પર લઈ ગયા છે. તે કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ અને સ્મિથ્સના બોર્ડમાં પણ છે. કંપનીના એક્સચેન્જ ફાઈલિંગ મુજબ, નોએલ ટાટા સસેક્સ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે અને તેમણે ઈન્સીડમાંથી ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પણ કર્યો છે.
Also Read –