મોબાઈલની એક ક્લિકમાં ઓનલાઈન ખરીદી કરતા પહેલા ગ્રોમાની આ ચેતવણી વાંચી લો…

નવી મુંબઈ: વર્તમાન સમયમાં યુવા પેઢીને બધુજ તરત અને ઘરે બેસીને ઓછી મહેનતે જોઈતું હોય છે. તેઓ ફક્ત ડિસ્કાઉન્ટ અને વારંવાર દર્શાવાતી જાહેર ખબરોથી દોરવાઈને ઓનલાઇન ખરીદી કરવા પ્રેરાય છે, જેને કારણે તેઓ જરૂરિયાતની દરેક વસ્તુ ઓનલાઇન ઓર્ડર કરીને મગાવી રહ્યા હોવાથી સ્થાનિક રીટેલ દુકાનદારોના વેપાર-ધંધા બંધ થવાના આરે છે. આપણા દેશમાં દરેક વસ્તુ દરેક વયની વ્યક્તિ ઓનલાઇન મંગાવતા થઇ ગયા છે.
ઓનલાઇનની વ્યવસ્થા યુરોપમાં ફ્કત વિકલાંગ કે દિવ્યાંગ વ્યક્તિ જેઓ બહાર ખરીદી કરવા જઈ ના શકતા હોય તે લોકો માટે હતી. હાલમાં જ આજ તક ચેનલે ઈ- કોમર્સ દ્વારા ઓનલાઇન વેચવામાં આવતો 99% માલ નકલી હોવાનો પર્દાફાશ કરેલ છે. ભારતમાં નિયમોના છીંડા શોધીને ઓનલાઈનમાં હાલ ઘણી બધી ગડબડીઓ નજરે જોઈ શકાય છે, જેમ કે નાશવંત ચીજોમાં હોમ ડિલિવરીમાં દરેક ઘરમાં વજન કાંટા હોતા નથી જેથી ઓનલાઇનવાળાએ કેટલાં વજનમાં શું મોકલ્યું છે તે ગ્રાહકને ખબર પડતી નથી.

બીજું એક્સપાઇરી ડેટ નજીક હોય તેવી ચીજો ઓછા ભાવે સેલના નામે ગ્રાહકોને ગળે વળગાડી દેવામાં આવે છે. ગ્રોમાના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીએ આ વિષયમાં જણાવેલ છે કે અનાજ દાળ કઠોળમાં હરિત ક્રાંતિ બાદ વિવિધ જાતના ઘઉં, ચોખા દાળ-કઠોળ આવી રહ્યા છે. કોલમમાં સેંકડો જાત, બાસમતીમાં નવ જાત, ઘઉંમાં 55 જાતો અને વિવિધ દેશી-વિદેશી દાળમાં અસલી કઈ ? તે અંગે ગ્રાહકોને સમજણ આપવામાં આવતી નથી. જ્યારે દુકાનદાર પાસે પ્રત્યક્ષ લાઇવ જોવા મળે છે અને જો માલ બરાબર ન હોય તો દુકાનદાર એકવાર લીધેલો માલ બદલી કરવામાં આનાકાની કરતા નથી કારણકે ગ્રાહકો નજીકની દુકાનથી ખરીદી કરતાં હોવાથી એકબીજાને નામથી જાણતા હોય છે.
આ પણ વાંચો : ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું: ઓનલાઈન વેચાણમાં વધારો
મોડર્ન રિટેલની લ્હાયમાં ગ્રાહકો આળસ કરતા હોવાનો પૂરો ખ્યાલ ઓનલાઈનવાળાને હોવાથી તેનો ગેરફાયદો લેતા હોય છે. આમ પણ અડધો કે એક કિલો માલ ઓનલાઇન લેનાર ગ્રાહક છેતરાઈ જાય તો પણ ફરિયાદ કરતો જ નથી. ઈ-કોમર્સ કે ઓનલાઇનનો વેપાર ભારત માટે આમ પણ બધી રીતે નુકસાનકારક જ છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે સ્વદેશીની ગુલબાંગ પોકારતા આપણે વિદેશી કંપનીઓને અબજો રૂપિયા વિદેશોમાં દર મહિને ટ્રાન્સફર થતી હોવાથી આજે ડોલર સામે રૂપિયો 87 88 સુધી નબળો પડ્યો છે.
ઘઉં, ચોખા, દાળ અને કઠોળની ઘણી બધી વેરાયટી આવતી હોય છે. આજની પેઢીને તેનું બિલકુલ જ્ઞાન હોતું નથી. જેમકે ઘઉંમાં શરબતી ઘઉંની વાત કરીએ તો આજકાલ આખા ઘઉં કિલોદીઠ રૂ. 50 થી 55 રૂપિયાના ભાવે વેચાય છે.