મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં થયો કોવિડ-19ના કેસમાં ઘટાડો….
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના કેસમાં હવે થોડા ઘણા અંશે ઘટાડો નોંધાયો હતો. કોરોના કેસમાં આ ઘટાડો છેલ્લા બે સપ્તાહમાં જ જોવા મળ્યો છે. થોડા દિવસ અગાઉ એક દિવસમાં કોવિડ-19ના 750 કેસ નોંધાયા હતા જ્યારે હવે આ કોસમાં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો હતો જે આપણા માટે ખરેખર સારા સમાચાર છે. કોરોનાના કેસમાં આંકડો હાલમાં 200ની નીચે પહોંચી ગયો છે. અગાઉ સક્રિય કેસ 4500ની આસપાસ હતા તે હવે 2800ની આસપાસ છે. આ ઉપરાંત હવે જે કોવિડ-19ના કેસ આવી રહ્યા છે, તેમાં માત્ર હળવી બીમારી જ જોવા મળી રહી છે. તેમાં કોઈ ચેપી લક્ષણો જોવા મળતો નથી.
વૈશ્વિક સ્તરે જોઈએ તો વિશ્વમાં દરરોજ સરેરાશ 50 હજાર કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ભારતમાં સરેરાશ દૈનિક આંકડો 429 છે. જો કે અત્યારે સરકારે કોરોનાના દર્દીઓ માટે કોઈ ગાઈડ લાઈન બનાવી નથી તેમજ કોરોનાથી સંક્રમિત દર્દીઓમાંથી 90% દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ થવાની પણ જરૂર નથી. તે ઘરે જ ફક્ત દવા અને સારવારથી જ તેમની તબિયતમાં સુધારો લાવી શકે છે. આ ઉપરાંત અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી માત્ર 0.5% દર્દીઓને ઓક્સિજન સપોર્ટની છે. તેમજ કોરોનાને કારણે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી માત્ર 0.3% જ વેન્ટિલેટર પર છે.
કોવિડ-19 કેસમાં સૌથી વધુ ઘટાડો કેરળમાં જોવા મળ્યો છે. અગાઉ અહીં 1,109 કોવિડ કેસ નોંધાયા હતા જે ગયા સપ્તાહ સુધીમાં ઘટીને ફક્ત 452 થઈ ગયા હતા. કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કે જ્યાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા હતા ત્યાં પણ હવે કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ હવે એક રીતે જોઈએ તો કોવિડ-19ના કેસથી હવે ડરવાની જરૂર નથી જો કે સાવચેતી રાખવી જરૂરી છે.