ટોપ ન્યૂઝનેશનલ

Vaishnodevi ના શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, બાણ ગંગા ખાતે ઉભી કરાઇ આ સુવિધા…

કટરા: મા વૈષ્ણો દેવી(Vaishnodevi)ધામના ભક્તો માટે એક સારા સમાચાર છે. આગામી ચૈત્ર નવરાત્રીને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે બાણ ગંગા ખાતે એક અત્યાધુનિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સંકુલ ખાસ કરીને યાત્રાળુઓની વધતી સંખ્યા અને યાત્રા રૂટ પર ભીડને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ માહિતી શ્રાઇન બોર્ડના સીઓ અંશુલ ગર્ગે આપી છે.

20,000 શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા

યાત્રિકોની સુવિધા માટે તૈયાર કરેલું આ નવું સંકુલ લગભગ 10,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તે લગભગ 3 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ સંકુલમાં એક સમયે 20,000 શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા છે. આ ઉપરાંત પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુસાફરીનો માર્ગ વધુ વ્યવસ્થિત બનાવશે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને સંકુલમાં સ્વચ્છ પીવાનું પાણી, આરામદાયક વિસામો અને દિવ્યાંગો માટે અલગ પ્રવેશદ્વાર પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, સંકુલની સુંદરતા વધારવા માટે આરસ પહાણથી શણગારેલો મંડપ પણ બનાવવામાં આવ્યો છે.

નવું સંકુલ શ્રદ્ધાળુઓ માટે વરદાન સાબિત થશે

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નવરાત્રી દરમિયાન લાખો ભક્તો મા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે કટરા પહોંચે છે. જેના કારણે યાત્રા માર્ગ પર ભારે ભીડ રહે છે. આવી સ્થિતિમાં આ નવું કતાર સંકુલ આવનારા સમયમાં ભક્તો માટે વરદાન સાબિત થશે. આ સંકુલ લાઇનના ભીડને ટાળવામાં મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો : Vaishnodeviના ભક્તોને હવે નવા પ્રકારનો પ્રસાદ મળશે

શ્રાઇન બોર્ડની આ નવી પહેલ માત્ર મુસાફરી વ્યવસ્થાને સરળ બનાવશે નહીં પરંતુ ભક્તોને વધુ સારો અને અનુકૂળ અનુભવ પણ પ્રદાન કરશે.

સંબંધિત લેખો

Back to top button