મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)આજે સપ્તાહના બીજા દિવસે વધારા સાથે ખુલ્યું હતું. જોકે શરૂઆતના કારોબારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જેમાં સેન્સેક્સ 167 પોઈન્ટના વધારા સાથે 78,707.37 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 46 પોઈન્ટના વધારા સાથે 78,570 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરમાંથી 15 શેર વધારા સાથે અને 15 શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી 2.60 પોઈન્ટના વધારા સાથે 23,756 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરમાંથી 16 શેર વધારા સાથે અને 34 શેરમાં ઘટાડો જોવા હતો.
નિફ્ટી શેરની સ્થિતિ
નિફ્ટી પેકના 50 શેરોમાં સૌથી વધુ ઉછાળો અદાણી એન્ટરપ્રાઈઝ, બીઈએલ, ભારતી એરટેલ, નેસ્લે ઈન્ડિયા અને ઈન્ફોસીસના શેરમાં જોવા મળ્યો હતો. તે જ સમયે પાવર ગ્રીડ, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી લાઇફ અને સિપ્લાના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
સેકટોરલ ઇન્ડેક્સની સ્થિતિ
સેકટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી બેન્ક 0.13 ટકા, નિફ્ટી ઓટો 0.28 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.08 ટકા, નિફ્ટી એફએમસીજી 0.26 ટકા, નિફ્ટી આઇટી 0.35 ટકા, નિફ્ટી મીડિયા 0.05 ટકા, નિફ્ટી મીડિયા 0.05 ટકા વધ્યા છે. 0.58 ટકા, નિફ્ટી ફાર્મા 0.58 ટકા ઘટ્યો. 0.11 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 0.05 ટકા વધ્યો.
Also Read – સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું, પ્રોમટર્સ પર લાદ્યા પ્રતિબંધ…
આઇટી એન્ડ ટેલિકોમમાં 0.07 ટકાનો વધારો જોવા મળ્યો હતો
નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.13 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.05 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.02 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.19 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.26 ટકા નીચે મિડસ્મોલ હેલ્થકેર 0.34 નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.42 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમમાં 0.07 ટકાનો વધારો જોવા મળ્યો હતો.