પૂરી શ્રદ્ધાથી પ્રસાદ ગ્રહણ કરતો ભક્ત ચોંકી ઉઠ્યો! મંદિરના પ્રસાદમાં નીકળ્યા હાડકાં! જુઓ Video
ભક્તો માટે મંદિરનો પ્રસાદ એ કોઈ અમૃતથી ઓછો નથી હોતો. પૂરા આદર માન સાથે માથે ચડાવીને પછી જ ભક્તો તેને ગ્રહણ કરતાં હોય છે. પરંતુ જ્યારે એવું કહેવામા આવે કે મંદિરના પવિત્ર શુદ્ધ પ્રસાદમાં હાડકાં જોવા મળ્યા તો કેવું લાગે? ધાર્મિક લાગણીઓ તો આહટ થાય જ છે પરંતુ તેની સાથે સાથે સ્વાસ્થય, સ્વચ્છતા, બેદરકારી જેવા બીજા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. આવો જ કોઈ એક કિસ્સો આંધ્રપ્રદેશમાં પ્રકાશમાં આવ્યો છે.
આંધ્રપ્રદેશના શ્રીશૈલમ મંદિરમાં એક ભક્તને આપવામાં આવેલા પ્રસાદમાંથી હાડકાં નીકળ્યાનું સામે આવ્યું છે. પ્રસાદમાં આ રીતે અસ્થિઓ સામે આવવાની વાતને લઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. શુક્રવારે મંદિરમાંથી આપવામાં આવેલા પુલિહોરા પ્રસાદમાં હાડકાના ટુકડા જોવા મળ્યા હતા. જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને શ્રી શૈલમ મંદિરે તપાસના આદેશ આપી દીધા છે.
આ ઘટનાએ શ્રીશૈલમ મંદિરના રસોડામાં સ્વચ્છતા અને વ્યવસ્થાપન નિયમોને લઈને લોકોની ચિંતા વધારી.આક્ષેપ કરતાં ભક્તની ઓળખ હરીશ રેડ્ડી તરીકે થઈ છે. દર્શન કર્યા બાદ પ્રસાદ ખાતી વખતે હાડકાં જોઈને શ્રદ્ધાળુ ચોંકી ગયા હતા. તેમણે તરત જ મંદિરના વહીવટી અધિકારીની ઓફિસમાં પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદના જવાબમાં મંદિર સત્તાવાળાઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. મંદિર પ્રશાસનની આવી બેદરકારી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે.