નેશનલ

સપાની I.N.D.I.A ગઠબંધનથી અલગ થવાની ચર્ચા…

લખનઉ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે મતભેદો પછી સમાજવાદી પાર્ટી વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aથી અલગ થવાની ચર્ચા હતી. પરંતુ સપા પ્રમુખ અને યુપીના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે સોમવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી હજુ પણ I.N.D.I.A ગઠબંધનનો ભાગ છે.

આ દરમિયાન અખિલેશ યાદવે જણાવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને હરાવવા માટે આ ગઠન કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે અખિલેશ યાદવે કહ્યું હતું કે PDA પહેલા અને I.N.D.I.Aનું ગઠબંધન પાછળતી બન્યું છે. મેં ઘણી વખત કહ્યું છે કે I.N.D.I.A એક ગઠબંધન છે, પરંતુ અમારી વ્યૂહરચના PDAની જ છે.
28 વિપક્ષી પાર્ટીઓએ ભાજપને લોકસભા ચૂંટણી 2024 અને આ વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હરાવવા માટે I.N.D.I.A નામનું ગઠબંધન બનાવ્યું છે. અત્યાર સુધીમાં આ ગઠબંધનની ત્રણ બેઠકો થઈ ચૂકી છે. વિપક્ષી ગઠબંધનની પ્રથમ બેઠક 23 જૂને બિહારની રાજધાની પટણામાં થઈ હતી. બીજી બેઠક 17-18 જુલાઈના રોજ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં થઈ હતી. વિપક્ષી ગઠબંધન ભારતની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં યોજાઈ હતી. જો કે અખિલેશ યાદવે કહ્યું હતું કે જો મને પહેલા ખબર હોત કે વિધાનસભા સ્તરે I.N.D.I.Aનું કોઈ ગઠબંધન નથી તો અમે ક્યારેય તેમને મળવા ન ગયા હોત.

મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને સપા વચ્ચેના મતભેદનો આ ઘટના વધુ એક સંકેત આપે છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ પણ પોતપોતાના વડાઓને ભાવિ વડા પ્રધાન તરીકે પ્રચાર કરતા બેનરો લગાવ્યા છે. કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને 2024ના વડા પ્રધાન તરીકે દર્શાવતું એક બેનર તેમની પાર્ટીના લખનઉ કાર્યાલયની બહાર દેખાયું હતું અખિલેશ યાદવને ભારતના ભાવિ વડા પ્રધાન તરીકે દર્શાવતા પોસ્ટરો પણ જોવા મળ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત